Crime

મોરજડી આંબાફળીયામાં મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

મોરજડી આંબાફળીયામાં મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું:

સર્જન વસાવા, ડેડિયાપાડા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોરજડી ગામમાં એક મહિલાએ ઝેરી દવા પિતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ભીખાભાઇ હાનીયાભાઈ વસાવા, રહે.મોરજડી નાઓએ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમના પત્ની મોગીબેન ભીખાભાઇ વસાવા ઉં.વ.૪૦ રહે. મોરજડી આંબાફળીયુ નાઓએ ગત તા.૦૮/૦૬/૦૨૫.ના રોજ સાંજના આશરે પાંચ વાગ્યાના અરસામા પોતાના રહેણાંક ઘરે કોઇ અગમ્ય કારણસર પોતે ઝેરી દવા પી જતા તેમના કુટુંબીજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સમાં તાત્કાલીક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ દેડીયાપાડા ખાતે દાખલ કરેલ અને ત્યાંથી વધુ સારવાર માટે તા.૦૯/૦૬/૦૨૫ ના રોજ રીફર કરતા જનરલ હોસ્પિટલ રાજપીપલા ખાતે લઈ આવી દાખલ કરેલ ત્યારે તેમને સારવાર દરમ્યાન ફરજ ઉપરના ડોકટર એ મૃત જાહેર કરતા દેડિયાપાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button