મોવી થી ડેડીયાપાડા રસ્તો બંધ થતાં સ્કુલના બાળકો ને અવર જવર માં ભારે મુશ્કેલી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
મોવી થી ડેડીયાપાડા રસ્તો બંધ થતાં સ્કુલના બાળકો ને અવર જવર માં ભારે મુશ્કેલી:
ચોમાસામાં ધોવાણ થયેલા નાળા ની જગ્યાએ કાચો કામચલાઉ રસ્તો બનાવ્યો પણ એસ.ટી બસ ની અવર જવર બંધ હોવાથી મુશ્કેલી વધી:
સર્જન વસાવા, ડેડીયાપાડા: દેડીયાપાડા રોડ પર મોવી ચોકડી થી દેડીયાપાડા જતાં ખાડી પરનો બ્રિજ તૂટી તેના ત્રણ કટકા થઈ ગયા હતા, જેને કારણે રસ્તો બંધ થઈ જતાં ફૂલવાડી કે નેત્રંગ થઈ ને દેડીયાપાડા જવા ડાયવર્ઝન અપાયું છે. સમય જતાં લોકો પરેશાન થતાં હોય માર્ગ મકાન વિભાગ દ્વારા કાચો કામચલાઉ નાળું પુરાણ કરી ને બનાવ્યું છે ત્યાં આજુબાજુમાં પતરા બાંધી પ્રોટેક્શન પણ કર્યું પરંતુ આ નાનું અને કાચું કામચલાઉ નાળું હોય જેના પરથી ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો ને અવર જવર કરવા દેવામાં આવે છે. પરંતુ મોટા વાહનો માં બસને અવર જવર કરવા પર પ્રતિબંધ મૂકી દેતા બસ સેવા ઠપ્પ થઈ ગઈ છે.
યાલ મોવી ગામના આં બ્રીજના ધોવાણ થી મોટો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે જેને કારણે સામે કિનારે આવેલા 10 થી વધુ ગામોના બાળકો ને મોવી ચોકડી શાળામાં આવવા મુશ્કેલી પડે છે. વાલીઓ ને કામધંધો છોડી બાળકોને લેવા મૂકવા જવું પડે છે. બીજું કે દેડીયાપાડા સાગબારાના વિવિધ ગામો માંથી રાજપીપળા કોલેજ, આઇટીઆઈ, નર્સિંગ કોલેજમાં ભણવા આવતી વિધાર્થિનીઓ નાં મફત બસ પાસ હોવા છતાં ખાનગી વાહનોમાં અવર જવર કરવા મજબૂર છે. ત્યારે જો મોટી બસ અવર જવરનાં કરી સકતી હોય તો મીની બસ ખાસ સ્કૂલ કોલેજના બાળકો માટે સ્કુલના સમયે ચાલુ કરવામાં આવે, જેને આં કામચલાઉ નાળા પરથી પસાર થવાની મંજુરી આપવામાં આવે તો યાલ ગામ થી છેક દેડીયાપાડા ગામ સુધી રસ્તે આવતા વિધાર્થી ને રાહત થાય તેમજ સમયસર સ્કૂલમાં આવી જઇ શકે માટે આ વિસ્તારના વાલીઓની માંગ છે કે તાત્કાલિક મીની બસ ચાલુ કરવામાં આવે.