રાખસકુંડી ગામ નજીક બે બાઈક સામ સામે ભટકાતાં એક્ટિવા પર સવાર યુવતીનું સારવાર દરમ્યાન મોત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
રાખસકુંડી ગામ નજીક બે બાઈક સામ સામે ભટકાતાં એક્ટિવા પર સવાર યુવતીનું સારવાર દરમ્યાન મોત:
19 વર્ષીય યુવતી પોતાના ગામ ગાજરગોટાથી ડેડીયાપાડા એકટીવા લઈ નીકળી અને મોત ભેટ્યું.
સર્જન વસાવા, ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકાના રાખસકુંડી ગામ નજીક ડેડીયાપાડાથી મોવી હાઇવે પર બે બાઈક સામ સામે ભટકાતાં એકટીવા પર સવાર યુવતીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાના રાખસકુંડી ગામ નજીક ડેડીયાપાડાથી મોવી હાઇવે પર બે બાઈક સામ સામે ભટકાતાં એકટીવા પર સવાર ગાજરગોટા ગામની 19 વર્ષીય યુવતીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. ગાજરગોટા ગામની 19 વર્ષીય નીરંજના રામસીંગ વસાવા પોતાની ડીઓ એકટીવા જેનો રજીસ્ટર નંબર GJ-22-Q-4439 લઈ ગાજરગોટા થી ડેડીયાપાડા તરફ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવનાર મોટર સાયકલ નંબર GJ-06-SA-1947 ના ચાલકે પોતાના કબ્જામાની મોટર સાયકલ પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મરણ જનાર નિરંજનાબેન રામસીંગભાઇ વસાવા ઉ.વ.19 રહે.ગાજરગોટા ભગત ફળિયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા નાઓની ડીઓ એક્ટીવાની સાથે સામેથી એક્સીડન્ટ કરતા મરણ જનારને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.