Dang

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-૨૦૧૩ (N.F.S.A) હેઠળ તમામ લાભાર્થીઓ e-KYC બાકી હોય તો ત્વરીત કરાવી લેવા ડાંગ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની અપીલ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-૨૦૧૩ (N.F.S.A) હેઠળ તમામ લાભાર્થીઓ e-KYC બાકી હોય તો ત્વરીત કરાવી લેવા ડાંગ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની અપીલ:

દિનકર બંગાળ, વઘઈ : રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-૨૦૧૩ (N.F.S.A) હેઠળ સમાવિષ્ટ રાજયના તમામ લાભાર્થીઓને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ વિના-મૂલ્યે મળતા અનાજનો લાભ આપવા માટે રાજય સરકારશ્રી કટીબધ્ધ છે.

આ લાભ મેળવવા માટે અને લાભાર્થીઓને સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સાચા લાભાર્થીઓને નિયત કરેલ ઘારા-ઘોરણ પ્રમાણે લાભ મળે તે માટે e-KYC શરુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ડાંગ જિલ્લામાં ૮૭ ટકાથી વધુ લાભાર્થીઓએ પોતાનું e-KYC પૂર્ણ કરેલ છે.

રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા-૨૦૧૩ (N.F.S.A) હેઠળ લાભ મેળવતા તમામ લાભાર્થીઓને અપીલ છે કે, જો આપનું e-KYC બાકી હોય તો ત્વરીત e-KYC કરાવી લેવું અને આપની નજીક વ્યાજબી ભાવની દુકાનો ખાતેથી આપના લાભનું અનાજ મેળવી લેવું.

આ e-KYC નો ઉદ્દેશ સાચા લાભાર્થીઓની ઓળખ કરવા માટેનો છે જેથી કોઇએ ખોટા સમાચારથી ગેરમાર્ગે ન દોરાવવા ડાંગ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button