Dang

વઘઇમાં માર્ગો પર પાણીનાં ખાબોચિયાં સ્થાનિકો પરેશાન:

શ્રોત: ગ્રામીણ ટુડે 24×7 વેબ પોર્ટલ

વઘઇમાં માર્ગો પર પાણીનાં ખાબોચિયાં સ્થાનિકો પરેશાન:

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાનો પ્રવેશદ્વાર વઘઈમાં જીલ્લા પંચાયત હસ્તકના માર્ગે પર પાણીનાં ખાબોચિયાં ભરાઇ રહેતા સ્થાનિક નિવાસીઓ પરેશાન થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર ગણાતાં વઘઇમાં જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ ચોમાસામાં બિસ્માર બનતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વઘઇ નગરમાં વરસાદમાં જીલ્લા પંચાયત હસ્તકના માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાઇ રહેવાને કારણે ખાડા ટેકરાઓને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે. ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ મુખ્ય રસ્તાઓ ઠેર ઠેર ધોવાઈ જતાં નાના મોટા ખાડા ટેકરાઓના કારણે બિસ્માર બનતા વાહન ચાલકો સામે જીવલેણ અકસ્માતોને પણ ખુલ્લું નિમંત્રણ મળી રહ્યું છે. ત્યારે વઘઈના આશાગરમાં પોસ્ટ ઓફિસના ક્વાર્ટર નજીક જલારામ સોસાયટીના જીલ્લા પંચાયત હસ્તક સહિત અન્ય માર્ગો ઉપર ઠેર ઠેર પડેલા ખાડા ટેકરાઓમાં વરસાદી પાણી ભરાયેલું રહેતા રાહદારીઓને પસાર થવું મુશ્કેલ બન્યું છે.

વાહનચાલકોને બિસ્માર માર્ગને કારણે જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે. જેને લઈ વિભાગીય કચેરી દ્વારા તાત્કાલિક આ માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button