South Gujarat

વિધાનસભાના નાયબ દંડકશ્રી વિજયભાઇ પટેલના હસ્તે લાભાર્થીઓને સાધન વિતરણ કરાયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, દિનકર બંગાળ

વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલના હસ્તે લાભાર્થીઓને સાધન વિતરણ કરાયા:

વઘઈ: સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સ્વાયત સંસ્થાઓ/લોક સહકારથી વનોનું પુન:નિર્માણ કરવાની યોજના અંતર્ગત વન વિભાગ દ્વારા સહભાગી વન વ્યવસ્થા સમિતિઓને પ્રતિવર્ષ જંગલ કામદાર મંડળીઓને ફાળવવામા આવતાં કુપો થકી ઉત્પાદન થયેલ લાકડાની હરાજીથી વેચાણ બાદ, સરકારશ્રીને થયેલ ચોખ્ખી ૮૦ % આવકની રકમ સામે ૨૦ % રકમ ભૌતિક સ્વરૂપમાં સાંકળી લઇ “વન લક્ષ્મી” અભિયાન શરૂ કરવામા આવ્યું છે.

 

“વન લક્ષ્મી” યોજના થકી ગામોમાં સામુહિક વિકાસના લાભો જેવા કે, જમીન લેવલીંગ, સિંચાઇ માટે લીફ્ટ ઇરીગેશન, દુધાળા પશુ ગાય અને પીવાના પાણીની સુવિધાઓ જેવી સામુહિક ગામ વિકાસના કામો કરવામા આવે છે.

આજરોજ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને આહવા તાલુકાના વાંવદા ગામમા વનલક્ષ્મી કાર્યક્રમ અંતર્ગત પાણીની ટાંકી/અનાજ ઉણપવાનાં પંખાનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.

ડાંગ જિલ્લાના જંગલ વિશે માહિતગાર કરતા શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્રને અડીને આવેલ ડાંગ જિલ્લામા જંગલની જાળવણી થયેલ છે. જેના કારણે આજે અહિ પ્રવાસન પણ વિકસીત થયેલ છે. આ જંગલ જ આપણા જિલ્લાની ઓળખ છે ત્યારે જંગલની જાળવણી માટે સૌના સહિયાર પ્રયાસ જરૂરી છે. સાથે જ જંગલની ઉપજમા સહકાર આપવા ગ્રામજનોને શ્રી વિજયભાઇ પટેલે અનુરોધ કર્યો હતો.

આ સાથે જ બિમારી તેમજ પરિવારના સંકટ સમયે આશિર્વાદ સમાન સરકારશ્રીની પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત સૌ ગ્રામજનોને આયુષ્યમાન કાર્ડ મેળવી લેવા પણ શ્રી વિજયભાઇ પટેલે ગ્રામજનોને જણાવ્યુ હતુ.

અહિં વન વિકાસ સહકારી મંડળી લી.વાંવદા મંડળીને અનાજ કાઢવાના પંખા ૨૦ નંગ જેની કુલ રકમ ૩,૧૯,૮૦૦ જે ૧૦ લાભાર્થી દીઠ એક પંખા સાથે કુલ ૨૦૦ લાભાર્થીઓ તેમજ રૂપિયા ૧૧ લાખના ખર્ચે ૫૦૦ લીટર પાણીની ટાંકી ૨૦૦ નંગ જે મંડળીઓના કુલ ૨૦૦ લાભાર્થીઓને વિતરણ કરવામા આવ્યુ હતુ.

વાંવદા ખાતે યોજાયેલ વનલક્ષ્મી યોજના અંતર્ગત સાધન સહાય વિતરણ કાર્યક્રમમા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, સામાજીક કાર્યકર શ્રી સુભાસભાઇ ગાઇન, ઉત્તર નાયબ વન સંરક્ષક શ્રી દિનેશભાઇ રબારી, મદદનીશ નાયબ વન સંરક્ષક શ્રી કેયુરભાઇ પટેલ, આર.એફ.ઓ. સર્વશ્રી વિનયભાઇ પવાર, દિપકભાઇ હળપતી, શ્રીમતી અંજનાબેન પાલવા તેમજ વનકર્મીઓ સહિત મોટી સંખ્યામા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button