Education

શૈક્ષણિક ક્ષેત્રે સફળતાના શિખરો સર કરતી નર્મદા જિલ્લાની દીકરી હેતિકા પટેલ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

શૈક્ષણિક ક્ષેત્રે સફળતાના શિખરો સર કરતી નર્મદા જિલ્લાની દીકરી હેતિકા પટેલ

ધો.12 સાયન્સમાં ૯૯.૬૯ પર્સન્ટાઈલ A-1 ગ્રેડ મેળવીને માતા-પિતા, સમાજ અને નર્મદા જિલ્લાને ગૌરવ અપાવ્યું

રાજપીપળા ની હેતિકા પટેલનો ધ્યેય વિજ્ઞાન ક્ષેત્રે અને ઉચ્ચ સનદી અધિકારી તરીકે પોતાની કારકિર્દી ઘડવાનો છે

સર્જન વસાવા, નર્મદા: નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા રહેતી હેતિકા પટેલે ધો.12 સાયન્સમાં અંગ્રેજી માધ્યમમાં ૯૯.૬૯ પર્સન્ટાઈલ A-1 ગ્રેડ મેળવીને પોતાના માતા-પિતા, સમાજ અને નર્મદા જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. હેતિકાના દ્રઢ સંકલ્પ અને મહેનતથી આ પરિણામ શક્ય બન્યું છે, પરિવાર અને સમાજનું માર્ગદર્શન પણ હેતિકા માટ પ્રેરક બન્યું છે. આ સિધ્ધિનો શ્રેય હેતિકાના પિતા રોશનકુમાર પટેલની મહેનત અને સમર્પણને પણ જાય છે, જેઓ રાજપીપળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
પિતાએ જીવનના સૌથી મોટા ગુરુ અને માર્ગદર્શનકર્તા હોય છે. તેમના પ્રેમ, સમર્પણ અને મહેનતથી જ બાળકો જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. પિતા જ્યારે પોતે શિક્ષક હોય ત્યારે બાળકને સકારાત્મક દ્રષ્ટિકોણ અને આત્મવિશ્વાસ મળે છે. જેના કારણે આજે દીકરી હેતિકાએ ૯૯.૬૯ પર્સન્ટાઇલ A-1 ગ્રેડ મેળવ્યું છે. હેતિકાએ ધો.10 માં પણ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરીને માતા-પિતાને ગૌરવ અપાવ્યું હતું. જોકે, ધો. 12 પછી હેતિકા માટે વિવિધ કારકિર્દીના વિકલ્પોના દ્વાર ખુલે છે, ત્યારે તે ક્યાં ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઘડવા માગે છે અને તેના મનપસંદ વિષયો અને ભાવિ સ્વપ્નો વિશે હેતિકાએ જણાવ્યું કે, મેં વિજ્ઞાન ક્ષેત્રે તથા ઉચ્ચ સનદી અધિકારી તરીકે ગોલ સેટ કર્યું છે. હું ખુબ જ ખુશ અને ઉત્સાહિત છું. મારા અને માતા-પિતાના પ્રયાસોનું સાચુ પરિણામ મને મળ્યું છે. હવે હું ભાવિ ધ્યેયને કેન્દ્રમાં રાખીને મારી ક્ષમતા પ્રમાણે આગળ વધીશ. નોંધનીય છે કે, શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે રમતક્ષેત્રે પણ સફળતા પ્રાપ્ત કરેલ છે. સ્પોર્ટર્સ ક્ષેત્રે રૂચી ધરાવતી હેતિકાએ રાજયકક્ષાએ જિન્માસ્ટીકમાં પણ બ્રોન્ઝ પ્રાપ્ત કર્યું છે. હેતિકાનું આવા શ્રેષ્ઠ પરિણામનો શ્રેય તેમના પિતાની લાગણીઓ, પરિવારનું પ્રોત્સાહન અને શિક્ષકોના માર્ગદર્શનને જાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button