સસરા દ્વારા મહિલાને હેરાનગતિ કરાતા 181 અભયમ ટીમ નર્મદા મદદે પોહચી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સસરા દ્વારા મહિલાને હેરાનગતિ કરાતા 181 અભયમ ટીમ નર્મદા મદદે પોહચી:
181 અભયમ ટીમે વિખેરાતા પરિવારને બચાવી બંને વચ્ચે સુમેળ સમાધાન કરાવ્યું
સર્જન વસાવા, ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના એક ગામ માંથી મહિલાનો કોલ આવેલ અને જણાવે છે કે, મને મારા સસરા દ્વારા હેરાનગતિ છે, અલગ રહેતાં હોવા છતાં વ્યસન કરી મારા પતિની ગેરહાજરીમાં અપશબ્દ બોલે છે, તેથી મહિલા રોજના અપમાન થી કંટાળી આખરે સસરાને સમજાવવા માટે 181 નર્મદાની મદદ માંગેલ.
181 ટીમ ઘટના સ્થળ પર પહોંચી બન્ને પક્ષનું કાઉન્સિલગ કરતાં જાણવા મળેલ કે, મદદ માંગનાર મહિલા સસરાના સગા બેનની દીકરી હોય તેથી સબંધમાં મામા- ભાંજી થાય પરંતુ સગા ભાઈ-બહેનના છોકરાઓ હોય બંને પ્રેમ સંબંધમાં હતાં, મહિલાના મામા પહેલાથી જ આ સંબંધના વિરોધમા હતાં, જેના કારણે બંને ભાઈ – બહેન વચ્ચે પણ સંબંધ બગડતો પરંતુ બંને દીકરા-દીકરીએ મરજીથી ભાગીને પ્રેમ લગ્ન કરેલ અને લગ્નજીવન દરમિયાન બે બાળકો છે. બે વર્ષ પહેલા બધા ભેગા રહેતા પરંતુ અંદર અંદર નાની મોટી વાત પર મામા સાથે ઝઘડા થતાં અલગ થઈ ગયેલ. બાજુ બાજુમાં ઘર હોય જેના દરરોજ મહિલાના સસરા અપશબ્દ બોલે અને સંભળાવે તેથી મહિલા કંટાળી આખરે સસરાને સમજાવવા માટે 181 ની મદદ માંગેલ.
181 ટીમે બંને પક્ષને સમજાવેલ કાયદાકીય સમજ આપેલ લગ્નના આટલા વર્ષો પછી ઘરમાં બે નાના-નાના સંતાન હોય આવા ઝગડા કે અપશબ્દ થી બાળકોના મગજ પર પણ માઠી અસર પહોંચે, તેથી ભૂતકાળમાં જે થયું તે ભૂલી સમજીને હળી મળીને રહે, મહિલાના સાસુ બીમાર રહેતા હોય ઓપરેશન થયેલ હોય એમના થી ઘરનું કામકાજ ના થતું હોવાથી બધા ભેગા રહી એકબીજાના સુખ દુઃખમાં સાથ સહકાર આપવા સમજાવેલ અને સલાહ, સૂચન, માર્ગદર્શન આપેલ. તેથી બંને પક્ષ સમજી ગયેલ અને હવે પછી ઝગડા ના કરી સાથે ભેગા રહેવા ખાતરી આપેલ.
આમ, 181 ટીમ નર્મદા દ્વારા બંને પક્ષનું અસરકારક કાઉન્સેલિંગ દ્વારા વિખેરાતા પરિવારને બચાવી બંને વચ્ચે સુમેળ સમાધાન કરવામાં આવેલ.