સાગબારાની હોટલમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો બેફામ ઉપયોગ છતાં તંત્રના આંખ આડા કાન!!!

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાગબારાની હોટલમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો બેફામ ઉપયોગ છતાં તંત્રના આંખ આડા કાન!!!
દેડિયાપાડા, સાગબારા સહિત જિલ્લામાં અનેક હોટલો અને લારી પર ઇન્ડસ્ટ્રીયલ ગેસના બદલે ઘરેલું ગેસ સિલિન્ડર નો ઉપયોગ કરતા વેપારીઓ;
રૂપિયા બચાવવા ગેરકાયદેસર ઘરેલુ સિલિન્ડર વાપરતા વેપારીઓ ક્યારેક કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ તંત્રના અધિકારીઓ કે હોટલ માલિકો..?
સર્જન વસાવા, ડેડિયાપાડા: નર્મદા જિલ્લામાં મોટાભાગના વેપારીઓ ઇન્ડસ્ટ્રીયલ ગેસ વાપરવાના બદલે ઘરેલું ગેસ વાપરતા હોય છે, જે નિયમોની વિરુદ્ધ અને જોખમી પણ છે. છતાં તંત્રના અધિકારીઓ આ બાબતે અજાણ છે કે કોઈક કારણોસર આંખ આડા કાન કરે છે..?
ખાસ કરીને એ જોવા મળ્યું છે કે દેડિયાપાડા અને સાગબારામાં ચાલતી હોટલો અને ખાણીપીણીની લારીઓ પર મોટેભાગે ઘરેલું સિલિન્ડર ઉપયોગમાં લેવાઈ છે. અને એ પણ ખુલ્લેઆમ વાપરવા આવતો હોવા છતાં લાગતા વળગતા અધિકારીઓ ચુપચાપ તમાસો જુવે છે. જાણવા મળ્યા મુજબ એક હોટલ વાળા પાસે ઘરેલુ સિલિન્ડરના અસંખ્ય બોટલો સ્ટોકમાં છે તો આ બેનંબરી બોટલો ક્યાંથી આવ્યા..? તેની પણ તપાસ જરૂરી છે.
રાજપીપળા શહેરની વાત કરીયે તો મોટાભાગની ખાદ્ય સામગ્રીની દુકાનો પર પણ ઘરેલું ગેસ ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસ મોંઘો પડતો હોવાથી વેપારીઓ ઘરેલું ગેસ વાપરી અમુક રૂપિયાની બચત કરે છે, પરંતુ ક્યારેક કોઈ દુર્ઘટના બને તો આ માટે કોણ જવાબદાર કહેવાશે.?
આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આ વેપલો ઘણા સમયથી ચાલે છે, પરંતુ સ્થાનિક અધિકારીઓના મહિને હપ્તા બંધાયેલા છે માટે વેપારીઓ બિન્દાસ પોતાની મનમાની કરે છે ત્યારે આ સેટિંગ ડોટ કોમમાં કોઈ હોનારત સર્જાઈ તો જવાબદાર કોને ગણવા એ સવાલ ચર્ચામાં છે.