સાપુતારા ખાતેની લેકવ્યુ હોટલમાં લગ્ન પ્રસંગ દરમિયાન ૪,૬૫,૨૬૦ રૂપિયાની ચોરી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારા ખાતેની લેકવ્યુ હોટલમાં લગ્ન પ્રસંગ દરમિયાન ૪,૬૫,૨૬૦ રૂપિયાની ચોરી:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ગિરિમથક સાપુતારા ખાતે આવેલ લેકવ્યુ હોટલમાં લગ્ન પ્રસંગ દરમિયાન ચોરીની ઘટના બનવા પામી છે. લગ્ન પ્રસંગ દરમિયાન કન્યાના પિતાએ કન્યાદાન માટે લાવેલ કિંમતી ઘરેણાં વાળી બેગ ખુરશી પર મૂકી હતી. બેજ મીનીટમા બેગ કોઈ અજાણ્યા ઈસમ લયને ફરાર થતાં CCTV કેમેરામા કેદ થયો છે. ૪,૬૫,૨૬૦ રૂપિયાની ચોરી કર્યાની સાપુતારા પોલિસ મથકે કન્યાના પિતા હરિશભાઈ અગ્રવાલે ફરિયાદ નોંધાવી છે.
તા.૦૨/૦૨/૨૦૨૫ ના રોજ સાપુતારા લેકવ્યુ હોટલમાં દીકરીના વરમાળા પ્રસંગ વખતે લાઈટિંગ શો થતાં. કન્યાના પિતા હરિશભાઈ દીકરી આગળ જાવ છું. એવું પત્નીને કહી, બેગ ખુરશી પર મૂકી દીધેલ હતી. અને થોડાક જ ક્ષણોમાં બેગ ન દેખાતા અફરાતફરી મચી જવા પામી હતી.
ત્યારે લેક્વ્યું હોટલના CCTV કેમેરા અને વર પક્ષના ડ્રોન કેમેરા ચેક કરતા ( પતિ-પત્ની) ખુરશી પર બેઠા હતા. તે દરમિયાન તેમની પાછળ અજાણ્યો યુવક ખુરશી પર બેઠો હતો. અને કેમેરામાં પાછળ બેસેલ યુવકે બેગ લઈ હોટેલની બહાર જતો રહ્યો હતો.
હોટલની બહાર બેગ લઈ ગયેલ યુવકે શરીરના ભાગે સફેદ શર્ટ અને કમરે કાળો પેન્ટ તેમજ ખભા પર બ્લેઝર મુકેલ હતો. આ સમગ્ર મામલે સાપુતારા પોલિસ મથકે અજાણ્યા યુવક વિરૂદ્ધ હરીશભાઈ મોતીભાઈ અગ્રવાલે ફરિયાદ કરી સાપુતારા પોલીસ પાસે મદદની ગુહાર લગાવી છે.