Dang

સાપુતારા પોલીસે રક્ષાબંધનનાં તહેવાર નિમિત્તે સેવા સુરક્ષા શાંતિ અંગેનું ઉત્તમ ઉદાહરણ જગમાં પૂરું પાડ્યું

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

સાપુતારા પોલીસે રક્ષાબંધનનાં તહેવાર નિમિત્તે સેવા સુરક્ષા શાંતિ અંગેનું ઉત્તમ ઉદાહરણ જગમાં પૂરું પાડ્યું

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા : દેશ અને રાજ્યભરમાં રક્ષાબંધન તહેવારની ધામધૂમથી ઉજવણી નાગરિકોએ કરી જેમાં ડાંગ જિલ્લા પોલીસે પણ રક્ષાબંધન તહેવારની ઉજવણી ઉત્સાહપૂર્વક હસ્તા મોઢે નાગરિકોના મોઢા પર સ્મિત લાવી સેવા સુરક્ષા અને શાંતિનો ઉત્તમ ઉદાહરણ જગ માટે પુરૂ પાડી અને રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરી છે.

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના પોલીસ વડા યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ દ્વારા રક્ષાબંધન તહેવારની ઉજવણી અંનોખી રીતે ઉત્સાહપૂર્વક કરવામાં આવી છે. સાપુતારા પોલીસ સ્ટેશનના PI એન.ઝેડ.ભોયાના સુચનો મુજબ સાપુતારા પોલીસ સ્ટેશનની “SHE TEAM’’ દ્રારા રક્ષાબંધનનો તહેવાર નિમિત્તે સિનિયર સિટીઝન, પ્રોજેક્ટ દેવી, પ્રોજેક્ટ સંવેદના, અંતર્ગત પીડીત પરિવારો સાથે રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી છે. “SHE TEAM’’ દ્વારા સિનિયર સિટીઝન, અકસ્માતમાં ભોગ બનનાર પરિવાર, પીડીત મહિલાઓ સાથે મુલાકાત કરી તેઓને રક્ષાબંધન પર્વ નિમિત્તે હાથે રાખડી બાંધી રક્ષા કરવાનું વચન આપી શુભેચ્છા પાઠવી હતી.

સાપુતારા પોલીસ સ્ટેશનની “SHE TEAM’’દ્વારા રક્ષાબંધન નિમિત્તે પીડીત પરિવારની મુલાકાત દ્વારા તેમનો હાલચાલ પુછી તેમના સાથે સમય વિતાવી પોલીસ તમારી શત્રુ નથી પરંતુ પોલીસ તમારી મિત્ર છે. હરહંમેશ તમારી પડખે ઉભી જ રહેશે અને તમારી રક્ષા કરશે. સાપુતારા પોલીસ સ્ટેશનની“SHE TEAM’’ દ્વારા પીડીત પરિવાર સાથે મનમેળો કરી રક્ષાબંધન તહેવારની ઉજવણી ઉત્સાહભેર કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button