South Gujarat

સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે “સર્વ ધર્મ સમભાવ” બેઠકનું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

સાપુતારા પોલીસ સ્ટેશન ખાતે “સર્વ ધર્મ સમભાવ” બેઠકનું આયોજન:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથક હદ વિસ્તારમાં લાગુ ગામડાઓમાં આગામી તહેવારો નિમિત્તે કોઈ અનિચ્છિત બનાવ ન બને અને દરેક ધર્મના લોકો શાંતિપૂર્ણ માહોલમાં પોતાના તહેવારો ઉજવણી કરી શકે તે હેતુથી સાપુતારા પોલીસ દ્વારા સર્વ ધર્મ બેઠકનું આયોજન કરવામા આવ્યું.

મળતી વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પી.આઈ. આર.એસ.પટેલનાં અધ્યક્ષ સ્થાને સર્વ ધર્મની બેઠક યોજવામાં આવી હતી. આવનાર તહેવારોને ધ્યાનમાં રાખીને નાગરિકોમા ભાઈચારો બની રહે તે હેતુથી સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા સર્વ ધર્મના અગ્રણીઓ સાથે સાપુતારા પોલીસ સ્ટેશને બેઠક યોજવામાં આવી હતી.

બેઠકમાં વિવિધ ગામડાઓના હિંદુ, ખ્રિસ્તી અને વિવિધ પંથનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સૌએ સંકલ્પ લીધો હતો. સાપુતારા પોલીસે આ બેઠક દ્વારા સમાજમાં ભાઈચારો વધારવા બંધુત્વની ભાવના કેળવાય શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય તેનો સંદેશો આપ્યો છે. આવનાર તેહેવારોમા બેઠકથી‌ ભાઈચારો બંધુત્વની ભાવના કેળવાશે, તેવી આશા સેવાઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button