Dang

સાપુતારા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગમાં બીજી વાર એરગન સાથે બે ઝડપાયા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

સાપુતારા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગમાં બીજી વાર એરગન સાથે બે ઝડપાયા

પ્રદીપ ગાંગુર્ડે,સાપુતારા: ગુજરાત રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અનુસંધાને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા, નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલના માર્ગદર્શન અને સુચના મુજબ સાપુતારા ચેકપોસ્ટ ઉપર સાપુતારા પી.એસ.આઈ. એન.ઝેડ.ભોયા તથા અ.પો.કો. સુનિલસિંહ રતનબહાદુર તથા પો.કો. જીગ્નેશભાઈ ઈશ્વરભાઈ તેમજ હોમગાર્ડ તથા જી.આર.ડી. જવાનો વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન મહારાષ્ટ્રથી કાર સાપુતારા ચેકપોસ્ટ પાસેથી પસાર થતા કાર ઉભી રાખી હતી. જે ગાડીમાં સવાર બે ઇસમ (1) સંદીપ રામનાથ સાનપ ( ઉ.વ.35 રહે. નિફાડ જિ.નાશિક) (2) સુભમ રાજેન્દ્ર ઢેપલે (ઉ.વ.24 રહે.બોરગાવ.નિફાડ જિ.નાશિક) પાસે કારમાંથી એરગન તથા વાંસનો એક દંડો મળી આવ્યો હતો.

પોલીસે બન્ને ઇસમો વિરુધ્ધ સાપુતારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અટકાયત કરી છે. પોલીસે એરગન, વાંસનો દંડો તેમજ કાર મળી રૂપિયા 5,025,00 નો મુદ્દામાલ કબ્જે કરી પી.એસ.આઈ એન.ઝેડ.ભોયાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. લોકસભાની ચૂંટણીને લઈને સાપુતારા પોલીસની ટીમ દ્વારા સરહદીય ચેકપોસ્ટને સીલ કરી સઘન પેટ્રોલિંગ હાથ ધરતા અહીં દારૂના જથ્થા સહિત બીજી વખત એરગન પકડી પાડવા ડાંગ પોલીસને સફળતા મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button