સાપુતારા લેકવ્યુ હોટલની ફેક વેબસાઈટ બનાવી ૧,૩૪,૮૦૧ રૂપિયાનો પાંચ વ્યક્તિઓ જોડે સાયબર ફ્રોડ થયો

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારા લેકવ્યુ હોટલની ફેક વેબસાઈટ બનાવી ૧,૩૪,૮૦૧ રૂપિયાનો પાંચ વ્યક્તિઓ જોડે સાયબર ફ્રોડ થયો
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: સાપુતારા ખાતે ચાલતો મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪ નો લાભ લઈ ઠગ્યાઓએ સાપુતારા ખાતે આવેલ લેકવ્યુ હોટેલના નામે ફેક વેબસાઈટ બનાવી પાંચ વ્યક્તિઓ જોડે ફ્રોડ થયા અંગેની સાપુતારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ સાપુતારા લેકવ્યુ હોટલના મેનેજરને બુકિંગ સંદર્ભે ગ્રાહકોના કોલ આવતા અને બુકિંગ સંદર્ભે નાણાકીય ચુકવણી પણ હોટેલના નામે ગ્રાહક દ્વારા કરવામાં આવેલ છે. જેવી માહિતી મળતા મેનેજરે પ્રાથમિક તપાસ કરતાં હોટલના નામે ફેક વેબસાઈટ બનાવી સાયબર ફ્રોડ અંગેની ફરિયાદ 1930 પર કોલ કરીને જણાવી હતી. લેકવ્યુ હોટલ સાપુતારા બુકિંગનાં નામે ફેક વેબસાઈટ www.lakeviewhotels.co.in ના વેબસાઇટ પર ૫ વ્યક્તિના રૂપિયા ૧,૩૪,૮૦૧ રૂમ બુકિંગના નામે લેવડદેવડ કરી સાયબર ફ્રોડનો શિકાર બન્યા. જે સંદર્ભે સાપુતારા પોલીસ સ્ટેશને તમામ રહેલ પુરાવા સાથે જનરલ મેનેજર સંજયસિંગ દ્વારા ફરિયાદ નોંધાવી છે.
ભારતીય ન્યાય સહિતાની કલમ ૩૧૮(૪), ૩૧૯(૨) અને ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ સને ૨૦૦૮ ૬૬-C, ૬૬-D મુજબ સાપુતારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.ઝેડ.ભોયાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.