Dang

સુબીરના બરડા ગામે દીપડાએ બકરી પર હુમલો કરતા બકરીનું મૃત્યુ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

સુબીરના બરડા ગામે દીપડાએ બકરી પર હુમલો કરતા બકરીનું મૃત્યુ:

પ્રદીપ ગાંગુર્ડે,સાપુતારા: ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં પૂર્વ પટ્ટી વિસ્તારમાં આંતક મચાવતા દીપડાથી ભય લોકોમાં બરડા (આમસર પાડા) ગામે રહેતા ગુન્તુભાઈ બી. ચૌર્યાનાં ઘરે મોડી રાત્રીના સમયે દીપડાએ બકરી પર હુમલો કરતા બકરીનું મૃત્યુ. બકરીનો અવાજ સાંભળી માલિક જાગી જતાં (કોઠાર)માં જોતા દીપડો કાચી ઇંટની દિવાલ તોડીને બકરી પર હુમલો કર્યો હતો. અને શનિવાર રાત્રે દીપડાએ બકરી પર હુમલો કરતા બરડા ગામના આજુબાજુના ગામોમાં પણ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉનાળાની સીઝનમાં ગામડાના લોકો ગરમીના કારણે બહાર ઊંઘતા હોય છે ત્યારે દીપડાનો હુમલાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ સમગ્ર મામલો સવારના ૭:૩૦ કલાકે માલિક દ્વારા પીપલદહાડ રાઉન્ડ ફોરેસ્ટ વન વિભાગને જાણ માટે દોડી ગયા હતા. અને ફોરેસ્ટ વિભાગના સ્ટાફ દ્વારા સ્થળ મુલાકાત કરતા આગળની કાર્યવાહી અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button