સ્વીફટ ડીઝાયર કાર અને મોટર સાઇકલ સામસામે ટકરાઈ એકનું મોત:
આહવા તાલુકાના લશ્કરીયાનુ આંબા ગામ નજીક સ્વીફટ ડીઝાયર કાર અને મોટર સાઇકલ સામસામે ટક્કર થતાં એકનું મોત થતાં પંથકમાં શોકનો માહોલ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સ્વીફટ ડીઝાયર કાર અને મોટર સાઇકલ સામસામે ટકરાઈ એકનું મોત:
આહવા તાલુકાના લશ્કરીયાનુ આંબા ગામ નજીક સ્વીફટ ડીઝાયર કાર અને મોટર સાઇકલ સામસામે ટક્કર થતાં એકનું મોત થતાં પંથકમાં શોકનો માહોલ
રામુ માહલા, ડાંગ: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ લશ્કરીયા ગામની નજીક આંબા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યકિતનુ મોત થયાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ આહવાથી સુબીર તરફ જઈ રહેલી સ્વીપટ ડીઝાયર કાર GJ 30.A.3912 સામેથી આવતી મોટરસાયકલ સાથે ટકર મારીને રસ્તાની સાઈટે ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. દિવાન ટેમબરુ ગામના બાઈક ચાલાક યુવાન દિવાન ટેમબરુન ગામથી આહવા તરફ પોતાના કામ અર્થે આવતો હતો.જયારે સ્વીપટ ડીઝાયર કાર સાથે સામસામે અથડાતા બાઈક ચાલાકનુ ઘટના સ્થળ પર મોત નીપજયુ છે.
સ્થાનિક નિવાસીઓ દ્વારા જાણવા મળી રહ્યું છે કે, વારંવાર આજ ઝાડ અને સ્થળ પાસે અગાઉ પણ લગભગ પંદર દિવસ પહેલા એક બાઈક ચાલાકને અકસ્માત નડ્યો હતો.ત્યારે પણ બાઈક ચાલાકનુ ઘટના સ્થળ પરજ મોત નિપજ્યુ હતુ. ત્યારે બની શકે આ ઝાડ રોડ માર્જીનમા આવતો હોય અને વાહન ચાલકોને નડતો હોય તેમ જણાઈ રહ્યું છે.