Education

૭૬માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાતને ગૌરવ અપાવનાર નેત્રંગ તાલુકાના પ્રાથમિક શિક્ષકોનું સન્માન કરાયું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

૭૬માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાતને ગૌરવ અપાવનાર નેત્રંગ તાલુકાના પ્રાથમિક શિક્ષકોનું સન્માન કરાયું:

સર્જન વસાવા, નેત્રંગ: ભરૂચ જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાતને ગૌરવ અપાવનાર નેત્રંગ તાલુકાના અનેક પ્રાથમિક શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતુ. ૨૬ જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ ૭૬માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ભરૂચ ખાતે કરવામાં આવી. જેમાં ૩જી સમર નેશનલ આઈસસ્ટોક ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫ માં શ્રીનગર જમ્મુ-કશ્મીર ખાતે ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત રાજ્યનું નામ રોશન કરનાર નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા કબીરગામના શિક્ષક ચૌધરી જીગ્નેશભાઈ, પ્રાથમિક શાળા મૌઝાના શિક્ષક રાઠોડ દિવ્યેશભાઈ, પ્રાથમિક શાળા બોરખાડીના શિક્ષક ગામિત સંદીપભાઈ તેમજ પ્રાથમિક શાળા કોડવાવના શિક્ષક ચૌધરી મહેન્દ્રભાઈનું આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગુજરાત કુંવરજીભાઈ હળપતિ, ધારાસભ્ય ઝઘડિયા શ્રી રીતેશભાઈ વસાવા, કલેકટર ભરૂચ શ્રી ગૌરાંગ મકવાણા, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે,ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સચિન શાહ, ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, ભરૂચ એસ. પી.સાહેબશ્રી દ્વારા પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button