ભારતીય બનાવટનો વિદેશી દારૂ શોધી કાઢતી અંક્લેશ્વર પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
ભારતીય બનાવટનો વિદેશી દારૂ શોધી કાઢતી અંક્લેશ્વર રૂરલ પોલીસ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ તરફથી ગે.કા. દારૂ । જુગારની બદી ડામવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હોય પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ સાહેબ, વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ભરૂચનાઓ તરફથી જિલ્લામાં દારૂ / જુગારની ગે.કા. પ્રવૃતિ અટકાવવા તેમજ શોધી કાઢવા સખત સુચના આપવામા આવેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઇ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ,
કેશની વિગત :
આજરોજ અમો તથા દઢાલ ઓ.પી.ના પોલીસના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમા પ્રોહિ । જુગારના ગુનાઓ શોધી કાઢવા સારૂ દઢાલ ઓ.પી. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અમોને હકિકત મળેલ કે જિતાલી ગામે ગ્રીનપાર્ક સોસાયટી મકાન નં-૩૨૦ માં રહેતા દિલિપભાઈ ઠાકોરભાઈ રાઠોડ ઉ.વ.૩૫ રહે, જીતાલી ગ્રીનપાર્ક સોસાયટી મકાન નં-૨૩૦ તા.અંકલેશ્વર જિ.ભરૂચનાએ પોતાના કબ્જા ભોગવટાના ઘરમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-૮૮ જેની કુલ કી.રૂ. ૧૮,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ :
(૧) અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-૮૮ જેની કુલ કી.રૂ.૧૮,૮૦૦/- નો મુદ્દામાલ,
(ર) એસન્ટ ગાડી નંબર- GJ-16-AP-2674 કી.રૂ.૧,૦૦,૦૦૦/ (3) એક સેમસંગ કંપનીનો વાદળી કલરનો A-207F/Ds મોડલ ડ્યુલ સીમવાળો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/
એક સેમસંગ કંપનીનો કાળા કલરનો કિપેડવાળો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦/
કુલ મુદ્દામાલ મળી કિમત રૂ, ૧,૨૪,૦૦૦/
પકડાયેલ આરોપી :
દિલિપભાઈ ઠાકોરભાઈ રાઠોડ ઉ.વ.૩૫ રહે, જીતાલી તા અંકલેશ્વર જિ.ભરૂચ,
વોન્ટેડ આરોપી :
વિજયભાઇ મણીલાલ પટેલ રહે.મ.નં-૧૮૮,ગુજરાત હાઉસીંગ બોર્ડ અંક્લેશ્વર તા.અંક્લેશ્વર જી.ભરૂચ,
ઉપરોક્ત કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓના નામ :-
પો.ઇન્સ. એન.એસ.વસાવા તથા PC જયદિપસિંહ સુખદેવસિંહ તથા PC રવિન્દ્રસિંહ મહેન્દ્રસિંહ. તથા PC કિશનભાઈ ભલેસીગભાઈ.