૨૨મીએ દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં સરપંચ તથા વોર્ડની ચુંટણીઓ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
૨૨મીએ દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં સરપંચ તથા વોર્ડની ચુંટણીઓ:
સર્જન વસાવા, ડેડિયાપાડા: રાજ્ય ચૂંટણી આયોગ તથા દેડીયાપાડા પ્રાંત અધિકારી દ્વારા મળેલ વિગતો મુજબ નર્મદા જિલ્લાના દેડીયાપાડા/સાગબારા તાલુકાઓમાં ગ્રામ પંચાયતોની સામાન્ય તથા પેટા ચુંટણીઓ યોજાવાની છે.
દેડીયાપાડા તાલુકાની ૨૮ ગ્રામ પંચાયતો પૈકી કુલ-૨૭ ગ્રામપંચાયતમાં સરપંચની ચુંટણી યોજાનાર છે જ્યારે ગઢ પંચાયતમાં સરપંચ બિનહરીફ થયેલ છે. અને કુલ-૨૩૬ વોર્ડ પૈકી કુલ-૨૧૦ વોર્ડમાં સભ્યોની ચુંટણી યોજાશે. ૨૨ વોર્ડ બિનહરીફ જાહેર થયા છે અને ૪ વોર્ડ ખાલી રહેલ છે. પેટા ચુંટણી અંતર્ગત ૧૨ ગામોમાં કુલ-૧૪ વોર્ડ પૈકી ૧ વોર્ડમાં સભ્યો માટે ચુંટણી યોજાશે, જ્યારે ૨ વોર્ડ બિનહરીફ અને ૧૧ વોર્ડ ખાલી રહેલ છે.
સાગબારા તાલુકામાં ૧ ગ્રામ પંચાયતમાં સરપંચની ચુંટણી યોજાશે. જ્યારે કુલ-૧૦ વોર્ડમાં ચુંટણી યોજાશે. સાગબારા તાલુકાની પેટા ચુંટણીમાં- ૧૦ વોર્ડ પૈકી ૧ વોર્ડની ચૂંટણી યોજાશે જ્યારે ૩ વોર્ડ બિનહરીફ અને ૬ વોર્ડ ખાલી રહેલ છે.