ધુડા ગામનો બ્રિજ વધુ ૬૦ દિવસ માટે ભારે વાહનો માટે બંધ કરાયો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ધુડા ગામનો બ્રિજ વધુ ૬૦ દિવસ માટે ભારે વાહનો માટે બંધ કરાયો
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ધવલીદોડ-ધુડા-પિપલાઈદેવી રોડ ઉપર આવેલ ધુડા ગામનો બ્રિજ જર્જરીત હાલતમાં હોવાથી ૧ વર્ષ માટે ભારે વાહનો માટે બંધ કરવાના મળેલા અભિપ્રાય અનુસાર, આ બ્રિજ વધુ ૬૦ દિવસ માટે બંધ કરાયો છે.
ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની સ્ટેબિલિટી ચેક કરતા, બ્રિજ ક્રિટીકલ કન્ડીશનમા જણાતા આ બ્રિજ નાના વાહનો માટે ચાલુ રાખવા, અને ૧૦ ટનથી વધુના ભારે વાહનો માટે બંધ રાખવા જિલ્લા કલેક્ટર કચેરીને દરખાસ્ત મળી હતી. જેમાં પોલીસ અધિક્ષકની કચેરી આહવા દ્વારા હકારાત્મક અભિપ્રાય આપવામાં આવેલ છે.
ભારે વાહનો માટે બંધ કરાયેલ આ બ્રિજને કારણે ધુડા-હિંદળા થઈ પિપલાઈદેવી રોડનો (કુલ ૫.૫૦ કિ.મી) વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા વાહન ચાલકોને જણાવાયુ છે.
આ બાબતે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌધરી દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.
આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ-૧૮૮ મુજબ નાયબ પોલીસ અધિક્ષક થી હેડ કોન્સ્ટેબલ સુધીના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા દંડ અને સજા કરવામા આવશે.
આ જાહેરનામુ તા.૨૯ જૂનથી ૨૭ ઓગસ્ટ ૨૦૨૪ સુધી અમલી રહેશે.