Health

મોટાબરડા સબસેન્ટર આરોગ્યની સેવાઓ આપવાનું ભાન ભૂલ્યા આરોગ્ય કર્મચારી

કર્મચારીઓના બેદરકારીને કારણે બીમાર વ્યક્તિને સારવાર માટે ખાનગી દવાખાનામાં જવા મજબૂર

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

મોટાબરડા સબસેન્ટર આરોગ્યની સેવાઓ આપવાનું ભાન ભૂલ્યા આરોગ્ય કર્મચારી

કર્મચારીઓના બેદરકારીને કારણે બીમાર વ્યક્તિને સારવાર માટે ખાનગી દવાખાનામાં જવા મજબૂર

દિનકર બંગાળ, વઘઈ: સરકાર આરોગ્યની સેવા દેશના તમામ નાગરિકોને સારી અને ઉત્તમ મળી રહે તેના માટે ઘણી યોજનાઓ સાથે પ્રયત્નશીલ જોવા મળે છે. પરંતુ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ મોટાબરડા ગામ ખાતે આવેલ સબસેન્ટર પર આરોગ્યની સેવા બાબતે આરોગ્ય કર્મચારીઓ મનમાની કરી રહ્યા છે. તેમ જાણવા મળી રહ્યું છે.

ગરીબી રેખા નીચે જીવતા આદિવાસીઓને આરોગ્યની સેવા સારી અને ઉત્તમ મળી રહે તેના માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ ધ્યેય છે. પરંતુ ડાંગ જિલ્લામાં આરોગ્યના કર્મચારીઓ દેશના વડાપ્રધાનના ધ્યેયને પણ ગણકારતા નથી તેમ લાગી રહ્યું છે.

*ગ્રામીણ ટુડે ન્યૂઝે* રિયાલિટી ચેક દરમિયાન વઘઈ તાલુકાનાં મોટાબરડા ગામનો સબસેન્ટર બંધ હાલતમાં જોવા મળી રહ્યો હતો. ત્રણ મહિનામાં સાત વખત મોટાબરડા સબસેન્ટરની મુલાકાત લીધી છતાં ટાળા મારેલી હાલતમાં જ સબસેન્ટર જોવા મળી રહ્યો હતો. કર્મચારીઓ સબસેન્ટર પર આરોગ્યની સેવા ગરીબ આદિવાસી નાગરિકોને આપતી નથી. નાગરિકો પણ હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. તેમ જાણવા મળી રહ્યું હતું. બીમાર વ્યક્તિને સારવારની જરૂર હોવાથી મજબૂર થઈને સારવાર માટે ખાનગી દવાખાને જતા હોય છે. ગરીબ આદિવાસીઓ પાસે પોતાના પેટ માટે રણવુ મુશ્કેલ હોય તેવામાં આરોગ્યની સેવા કેવી રીતે પુરી પાડી શકે છે?

નફટી મોટાબરડા સબસેન્ટરના કર્મચારીઓની મનમાની ક્યાં સુધી ચાલશે. કયો જવાબદાર અધિકારી આ મનમાનીનો અંત લાવશે? અને ગરીબોને સારી આરોગ્યની સેવા મળશે. તેની વાટ જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર, મોટાબરડા ગામે હર હંમેશ તાળું મારેલું રહેતા લોકોને સામાન્ય પ્રાથમિક સારવારની પણ સવલતો મળતી નથી.‌ તેમના સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

સરકાર દ્વારા આરોગ્યની સેવા માટે સબસેન્ટરનુ નવનિર્માણ કરવામાં આવ્યુ છતાં પણ બંધ કેમ જોવા મળે છે. નિયમો પ્રમાણે સબસેન્ટર કેમ હર હંમેશ આરોગ્યની સેવા આપતી નથી? કોના ઈશારે આવી મનમાની ચાલી રહી છે તેવા સવાલો ગ્રામજનોને ઉઠવા પામ્યા છે. શું આ બાબતે ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગને કશી ખબર ન હોય કે, મુક દર્શક બની બેઠા છે તેવા મુઝાવનારા સવાલો ઉઠયા છે.

સરકારના કરોડો રૂપિયા ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગ ચાઉં કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.લોકોને પ્રાથમિક આરોગ્યની સુવિધા મળવી જોઈએ. તે ડાંગ જિલ્લામાં દર્દીઓને મળતી નથી.

સરકાર લોકોને પ્રાથમિક આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. પરંતુ વઘઈના મોટાબરાડા ગામે આરોગ્યની સુવિધા મળતી નથી. હવે ડાંગ જિલ્લાનું આરોગ્ય વિભાગ આ બાબતે શું પગલા લેશે કે, તેમને છાવરશે તે હવે આગળનો સમય બતાવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button