Crime

આહવાના લશ્કર્યા ગામ ખાતે ઘરની શેડમાં પાર્ક કરેલી મોટરસાઇકલની ઉઠાંતરી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

આહવાના લશ્કર્યા ગામ ખાતે ઘરની શેડમાં પાર્ક કરેલી મોટરસાઇકલની ઉઠાંતરી

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ લશ્કર્યા ગામ ખાતે ફરી એકવાર મોટરસાઇકલ ચોરાઈ હોવાની ઘટના બનવા પામી છે. જે અંગેની આહવા પોલીસ મથકે ભુપેન્દ્રભાઈ ભોયે દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર ભૂપેન્દ્રભાઈના પિતા રાકેશભાઈ ભોયે જેઓ તા.૧૫/૦૮/૨૦૨૪ સ્વતંત્ર દિનના દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં બોરખેત ગયા હતા. ત્યારબાદ પરત પોતાના લશ્કર્યા ગામે આવી ગયેલ હતા. અને મોટરસાઇકલ (કિંમત રૂ.૧,૩૫૦૦૦ ) ઘરે શેડમાં પાર્ક કરી હતી.

ભૂપેન્દ્રભાઈ ભોયેની લશ્કર્યાના બસ સ્ટેશન પાસે પોતાની દુકાને ગયો હતો. અને રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં ઘરે ગયો હતો. ત્યારે ઘરે મોટરસાઇકલ (મો.નં.GJ-15-DS-8096 ) પાર્ક કરેલી જોવા મળી હતી. તા.૧૬/૦૮/૨૦૨૪ ના બીજા દિવસે સવારે ઘરની શેડમાં પાર્ક કરેલ બાઈક ત્યાં જોવા મળી ન હતી. ત્યારે ભૂપેન્દ્રભાઈએ પોતાનું ગામ તથા આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી. પરંતુ મોટરસાઇકલ ન મળતાં તેમણે લાગ્યું કે કોઈ અજાણ્યા ઈસમે ચોરી કરી હશે. અને છેવટે તા. ૧૩/૦૯/૨૦૨૪ ના રોજ આહવા પોલિસ મથકે ફરિયાઈ નોંધાવી હતી. અને આહવા પોલિસે ગુનો નોંધી મોટરસાયકલ શોધખોળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button