Breaking News

ડાંગમાં જાખાના ગામની આશા વર્કરબેને તુ મને દેખાયો તો મેં જાતે મારા કપડા ફાડીને બળાત્કારના કેસમાં ફસાવીસ: પત્રકારને ધમકી આપી

રક્તપિત્ત દર્દી શોધના સર્વેમાં બેદરકારી અંગેનો પ્રકાશિત થયેલ અહેવાલ બાબતે જાખાના ગામની આશા વર્કરબેને પત્રકારને જાખાના ગામ વર્જિત કરી નાખીશની ધમકીઓ આપી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

જાખાના ગામની આશા વર્કરબેને તુ મને દેખાયો તો મેં જાતે મારા કપડા ફાડીને બળાત્કારના કેસમાં ફસાવીસ: પત્રકારને ધમકી આપી

રક્તપિત્ત દર્દી શોધના સર્વેમાં બેદરકારી અંગેનો પ્રકાશિત થયેલ અહેવાલ બાબતે જાખાના ગામની આશા વર્કરબેને પત્રકારને જાખાના ગામ વર્જિત કરી નાખીશની ધમકીઓ આપી

દિનકર બંગાળ, વઘઈ : ડાંગ જિલ્લામાં પત્રકારને ઘમકીઓ આપવાનું જાણે સામાન્ય વાત હોય તેમ જણાઈ રહ્યું છે. જાગૃત પત્રકારે જિલ્લામાં તારીખ ૧૦મી જુનથી ૪ જુલાઈ સુધી રક્તપિત્ત દર્દી શોધની કામગીરીનો સર્વે જિલ્લામાં ૩૩૪ ટીમો બનાવીને હાથ ધરવામાં આવેલ હતો. સર્વે પુર્ણ થયા બાદ રીયાલિટી ચેક કરતા પત્રકારને રક્તપિત્ત દર્દી શોધ અંગેનો સર્વે આરોગ્યની નિમેલી ટીમે જાખાના ગામે ન કરતા બેદરકારી અંગેનો અહેવાલ તારીખ ૧૭/૦૭/૨૦૨૪ ના રોજ છાપામાં પ્રકાશિત થતા ત્યાના આશા બહેન દ્રારા કોઇ પણ જાતની પૂછપરછ કર્યા વગર અન્ય પત્રકાર (પ્રદીપ એમ. ગાગુર્ડે ગ્રામિણ ટુડેનાં પત્રકાર) ને તેજ છાપેલુ છે. ને તુ મને દેખાશે તો મે જાતે જ મારા કપડા ફાડી નાખીશ તારા પર બળાત્કારનો આરોપ લગાવીને ફસાવી દઈશ. જાખાના ગામે તારો પ્રવેશ વર્જીત કરી નાખીશ, જેવી ધમકીઓ જાખાના ગામની આશા વર્કરબેન દ્વારા આપવામાં આવેલ‌. જે ગંભીર બાબત છે જે અંગે પત્રકારે (રિપોર્ટર) કાર્યવાહી કરવા માટેનો કલેકટરશ્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યો છે.

પત્રકાર એવા લોકશાહીનો ચોથા સ્તંભનો અવાજ દબાવવા અને સત્ય બહાર લાવવા માટે જાખાના ગામના આશા વર્કરબેન દ્વારા ધમકાવવામાં આવેલ હોવાથી જરૂરી બનતી કાર્યવાહીની માંગ પત્રકારે કરી છે.

પોતે એક મહિલા હોવાથી તેનો દૂર ઉપયોગ કરી પોતાના કપડાં ફાડીને બળાત્કારના કેસમાં ફસાવી દઈશ જે ધમકી મહિલા જાતીની સ્વતંત્રતા પર કલંક સમાન છે. ડાંગ જિલ્લામાં સત્ય ખબર છાપામાં કે, ટેલીવીઝનનાં માધ્યમથી લોકો સુખી પહોંચાડનાર પત્રકારો પર અવાર-નવાર ધમકીઓ અને કાવતરાં કરીને ફસાવવાની વાતો લોકશાહીને સર્મસાર અને કલંક સમાન છે. તો એવી ખરાબ ઘટનાઓને ડામવા માટે યોગ્ય કાર્યવાહી માટે પત્રકારે કલેકટર સાહેબશ્રીને વધુ ધ્યાન દોરવા વિનંતી કરી હતી. પત્રકારને ધમકી બાબતે ડાંગ જિલ્લાનું વહીવટીતંત્ર કાર્યવાહી માટે પગલાં ભરશે કે છાવરશે તે તો આવનાર સમય પર છોડીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button