ENTERTAINMENT

અમિતાભ બચ્ચનના સુરતી ચાહકો દ્વારા મ્યુઝિકલ ઇવેન્ટ યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

અમિતાભ બચ્ચનના સુરતી ચાહકો દ્વારા મ્યુઝિકલ ઇવેન્ટ યોજાઈ:

બૉલીવુડના બાદશાહ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની ૫૧ મી મેરેજ એનિવર્સરીની અમિતાભ બચ્ચનના સુરતી ચાહકો દ્વારા મ્યુઝિકલ ઇવેન્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી

ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત: અમિતાભ અને જયા બચ્ચનની ૫૧’મી મેરેજ એનિવર્સરીની એન્ગ્રી યંગ મેન અમિતાભ બચ્ચનના સુરતી ચાહકો દ્વારા નાનપુરા સ્થિત દિલીપ પરેશ હોલમાં મ્યુઝિકલ ઇવેન્ટ યોજીને સંગીતના સૂરો રેલાવીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અનોખી મ્યુઝિકલ ઇવેન્ટમાં સદીના મહાનાયક અમિતાભ અને જયા બચ્ચનના લગ્નજીવનના ૫૧ વર્ષ પૂર્ણ થયા એ દિવસને સંગીતના સથવારે ઉજવવા સુરત કરાઓકે ક્લબના સંચાલક અનિલ વસાવા સહિત ગાયક દિનેશ ભાટીએ અમિતાભની ફિલ્મોના ગીતો ગાઈને શ્રોતાઓને ખુશ કર્યા હતા. સૌએ કેક કાપીને લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી હતી.

સુરત કારોઓકે ક્લબના સંચાલક અનિલ વસાવા, પૂર્વીબેન પટેલ, દિનેશ ભાટીએ જણાવ્યું હતું કે, અમિતાભ અને જયા બચ્ચનના લગ્નની વર્ષગાંઠના દિવસે મ્યુઝિક ઇવેન્ટમાં ૧૫ થી વધુ લોકોએ અમિતાભ બચ્ચનની મુવી ઝંઝીર, મિલી, નસીબ, મુકદ્દર કા સિકંદર, કભી કભી જેવી સદાબહાર ફિલ્મોમાં અમિતાભ બચ્ચનના ગીતો ગાયા હતા, આ ઇવેન્ટમાં ૨૦૦થી પણ વધુ શ્રોતાઓ જોડાયા હતા અને ફિલ્મી ગાયનોનો આનંદ ઉઠાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button