Agricultural

ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લાની પ્રાકૃતિક ખેતી અંગે બેઠક યોજાઇ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લાની પ્રાકૃતિક ખેતી અંગે બેઠક યોજાઇ

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને ‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા થયેલ પ્રાકૃતિક ખેતીની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં ચર્ચા કરતાં ડાંગ જિલ્લા આત્મા પ્રોજેક્ટના ડાટરેક્ટર શ્રી સંજય ભગરીયાએ જણાવ્યું હતુ કે, ડાંગ જિલ્લાને સંપુર્ણ રસાયણમુક્ત જિલ્લો બનાવવા માટે વર્ષ ૨૦૨૧-૨૨થી રાજ્ય સરકારે સંપુર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લો બનાવવાના અભિયાન અંતર્ગત, પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો માટેની નાણાકીય સહાય યોજના માત્ર ડાંગ જિલ્લા માટે ચાલુ કરવામાં આવેલ છે.

જિલ્લાના તમામ ખેડુતોને આ યોજનાની જાણકારી આપવા અને તેઓ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે જિલ્લાની તમામ ૭૦ ગ્રામ પંચાયતોમાં તારીખ ૧-૫-૨૦૨૩ પછી કુલ ૪૨૩ તાલીમો થકી કુલ ૧૫ હજાર ૭૭૭ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી છે.

તેમજ તેઓ વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે જિલ્લાની તમામ ૧૦૦ ગ્રામ પંચાયતમાં (૨૦ ક્લસ્ટર) તારીખ ૧-૬-૨૦૨૪ પછી પછી કુલ ૬૨ તાલીમોથી કુલ ૧ હજાર ૬૮૪ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરવામાં આવેલ છે.

આ ઉપરાંત જિલ્લામાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક ખેતી અંતર્ગત થયેલી તાલીમ, ગ્રામ પંચાયત દીઠ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ, ખેડૂતોને બિજામૃત, જીવામૃત અને ધન જીવામૃતના વિતરણ, પ્રાકૃતિક ખેતી મોડલ ફાર્મ, વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ અને વર્ષ દરમિયાન પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે પ્રાકૃતિક ખેતી અંગે વધુને વધુ લોકોને જાગૃત કરવાં તેમજ સંપુર્ણ રાસાયણીક મુક્ત જિલ્લો બને તે માટે કામગીરી કરવા અંગેનું માર્ગદર્શન આપ્યુ હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button