સુબિર તાલુકાના હાડોળ ગામે બનાવેલ નાળાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
સુબિર તાલુકાના હાડોળ ગામે બનાવેલ નાળાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં આવેલ હાડોળ ગામે વિવિકાધિન યોજના અંતર્ગત ગમજભાઈ નાં જમીન પાસે ત્રણ લાખનુ બનાવવામાં આવેલ નાળાનાં કામમાં ભ્રષ્ટાચાર થયેલ હોય તેવા દ્રશ્યો ચિત્રો સામે આવ્યાં છે.
ડાંગ જિલ્લામાં કોન્ટ્રાક્ટ એજન્સીના મીલીભગતથી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતાં હોય જેનાથી ગુણવત્તા વગરના કામો થઈ રહ્યા હોવાના આરોપો લાગી રહ્યાં છે.
વરસાદની પહેલી ધારમાજ બનાવેલ નાળો તુટી જતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટની મીલીભગતથી બોગસ અને ગુણવત્તા વગરનો માલ સામાન વાપરી કામગીરી કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે. લોકોને સુવિધા ઉભી કરવાનાં નામે ભ્રષ્ટાચાર આચરવામાં આવે તે કેટલું યોગ્ય ગણાય તેવી ચર્ચા ઓએ વેગ પકડ્યું છે.
હાલમાં શાળામાં અભ્યાસ કરવા જતાં બાળકોને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તુટેલા નાળા પરથી પસાર થઈને શાળાએ જવા મજબૂર બન્યા છે. કામગીરી કરનાર કોન્ટ્રાકટર કે, એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની લોક માંગ ઉઠવા પામી છે.