ડાંગમાં ડોક્ટર જોડે ૪૬,૦૦૦/- નો થયો સાઈબર ફ્રોડ:
મોબાઈલ પર આવેલ લિંક ખોલી પાસવર્ડ ID વડે લોગીન કરી, OTP નાખતા રૂપિયા કપાયાં

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગમાં ડોક્ટર જોડે ૪૬,૦૦૦/- નો થયો સાઈબર ફ્રોડ:
મોબાઈલ પર આવેલ લિંક ખોલી પાસવર્ડ ID વડે લોગીન કરી, OTP નાખતા રૂપિયા કપાયાં
દિનકર બંગાળ, વઘઈ : ડાંગ જિલ્લાના નાગરિકોમાં હાલ સાઈબર ફ્રોડનો શિકાર બનવાનું ચલણ વધી રહ્યું છે. સાઈબર ફ્રોડ જાગૃતિના અભાવના કારણે હાલજ ડાંગ જિલ્લામાં એક ડોક્ટર સાયબર ફ્રોડનો શિકાર બન્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવવા પામ્યો છે. ડોક્ટરના મોબાઈલ પર SMS મારફતે SBI YONO REWARD POINT નામની લિંક યુઝર ID અને પાસવર્ડ નાખી, ઓટીપી નાખતા જ ૪૬,૦૦૦/- રૂપિયા કપાઈ ગયા હતા.
પોલીસ સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ મોરઝીરા ગામે પૂર્ણા ક્લિનિકમાં ડોક્ટરની નોકરી કરતો શ્યામસુંદરભાઈ જગદીશભાઈ રાયઠઠા (હાલ રહે, આદર્શ સોસાયટી મિશનપાડા, તાલુકો.આહવા જિલ્લો. ડાંગ. મુળ રહે, ૮ આમ્રકુજ ટ્વીન્સ બંગલોઝ કરમસદ વિધ્યાનગર રોડ તા-જી. આણંદ) નો નિવાસી છે. તા.૧૮/૦૧/૨૦૨૫ ના રોજે સવારે ૯ વાગ્યાના સુમારે અજાણ્યા નંબર પરથી SMS આવ્યો હતો. જેમાં SBI YONO REWARD POINT નામનો SMS માં “તમારા એસબીઆઈ રીવર્ડ પોઇન્ટની વેલીડીટી આજે પુરી થાય છે. જેથી તેનો લાભ લેવા માટે આપેલ લીંક ખોલતા SBI BANK જેવી વેબસાઇટ ઓપન થયેલ જેમા ડોક્ટરે યુઝર પાસવર્ડ નાખતા ઓટીપી આવેલ હતો. જે ઓટીપી SBI BANK વેબસાઇટમાં નાખતા ડોક્ટરના અકાઉન્ટમાંથી ૪૬,૦૦૦/- ડેબીટ થઈ ગયેલ હતા. SBI BANK માંથી ડોક્ટરના મોબાઇલ પર ઇ-મેઇલ આવેલ જે ઇ-મેઇલ ખોલી જોતા અકાઉન્ટમાથી ૪૬,૦૦૦/- ડેબીટ થઈ ગયા હોવાની જાણ થઈ હતી.
શંકાસ્પદ રીતે રૂપિયા ડેબીટ થયેલ હોવાથી ડોક્ટરે SBI BANK ના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરી હતી. તેમજ સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરી ઘટના સંબંધિત આપવીતી કહી ફરિયાદ નોંધાવી હતી.
જે સમગ્ર મામલે આહવા પોલીસ મથકે બી.એન.એસ. કલમ ૩૧૮ અને આઈટી એક્ટની કલમ ૬૬(d) મુજબ ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર અંકુરકુમાર દામોરદાસ સુથારે આગળની કાર્યવાહી કરી તપાસનો ધમધમાટ શરૂ કરી દિધો છે.