South Gujarat

સુરતજિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબાની સ્પર્ધામાં ભાગ લેવાની સુવર્ણતક:

સુરત શહેર/ગ્રામ્યની જિલ્લા કક્ષા નવરાત્રી રાસ -ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે:

સ્ત્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પત્રકાર : ફતેહ બેલીમ સુરત

જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબાની સ્પર્ધામાં ભાગ લેવાની સુવર્ણતક

અગામી તા.૩૦મી સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશેઃ

સુરતઃગુરૂવારઃ- કમિશ્રરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સુરત શહેર/ગ્રામ્યની જિલ્લા કક્ષા નવરાત્રી રાસ -ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે, જ્યારે રાસની સ્પર્ધામાં ૧૪ થી ૪૦ વર્ષ સુધીના માત્ર ભાઇઓ કે બહેનો તેમજ ભાઇઓ બહેનોની મિશ્ર ટુકડી ભાગ લઇ શકશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે, રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ રાખી શકાશે. સાથે સંગીતકાર ૦૪ (ચાર) રાખી શકશે. ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલની સાથે રાખી તા.૩૦/૦૯/૨૦૧૩ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂની સિવીલ કોર્ટ બિલ્ડીંગ, પ્રથમ માળ, નાનપુરા,સુરત ખાતે જમા કરવાના રહેશે તેમ સુરત જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button