Crime

શ્રીમારુતિ મોબાઇલ એન્ડ ઇલેક્ટ્રીક દુકાનમાં મોબાઈલ તથા રોકડની ચોરી :

ગુના વાળી જગ્યામાં FSL અધિકારી ડોગ સ્કોવડ તથા ફિંગર પ્રિન્ટ એક્સપર્ટના અધિકારીને જાણ કરાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

માંડવી શોપિંગ સેન્ટરમાં આવેલ શ્રીમારુતિ મોબાઇલ એન્ડ ઇલેક્ટ્રીક દુકાનમાં મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ₹.૮,૭૭,૯૯૯/ની ચોરી.

માંડવી: સુરત જિલ્લાના માંડવી નગરમાં સુપડી વિસ્તાર માં આવેલ સરદાર શોપિંગ સેન્ટર ની શ્રી મારુતિ મોબાઇલ એન્ડ ઇલેક્ટ્રોનિક દુકાનમાં મોબાઈલ તથા રોકડ રકમ મળી કુલ રૂ.૮,૭૭,૯૯૯/ચોરી થવા પામેલ છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર માંડવી સુપડી વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટર ખાતે શ્રી મારુતિ મોબાઇલ એન્ડ ઇલેક્ટ્રોનિક દુકાનમાં તારીખ 15 .11. 22 ના રોજ થી તારીખ 16. 11. 2022 ના રોજ દરમિયાન ૬.૩૦ કલાકે અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરવામાં આવેલ છે,

આ અંગેની જાણ દુકાનના માલિક નારણભાઈ મનજીભાઈ ચૌધરી ઉંમર વર્ષ 47 ધંધો વેપાર રહેવાસી ચોરંબા મંદિર ફળિયુ તાલુકો માંડવી દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવેલ છે કે ,દુકાનના તાળાના નકુચા કોઈ સાધન વડે તોડી કાચનો દરવાજો તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી વીવો કંપનીના અલગ અલગ મોડલના મોબાઇલ ફોન નંગ 27 તથા samsung કંપનીના અલગ અલગ મોડલ ના ફોન નંગ ૧૩ રિયલ મી કંપનીના ફોન નંગ 13 તથા એપો કંપનીના ડેમો ફોન મળી કુલ નંગ. 54 ની કિંમત₹,૮,૫૨,૯૯૯/તથા રોકડ રકમ ₹,૨૫૦૦૦/ મળી કુલ ₹.૮,૭૭,૯૯૯/- મત્તા ની ચોરી કરી હરામખોર ચોર નાસી છૂટેલ છે. જે ગુના વાળી જગ્યામાં FSL અધિકારી ડોગ સ્કોવડ તથા ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ ના અધિકારીને જાણ કરવામાં આવી છે માંડવી પોલીસ તંત્રના પી.આઈ હેમંતભાઈ પટેલ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પત્રકાર:  ઈશ્વરભાઇ સોલંકી માંડવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button