Dang

ડાંગ જિલ્લામાં ગજની ફિલ્મની જેવી બની ઘટના:

રાનપાડા ગામે BSNL ટાવર ઉભો કરાયો, પરંતુ અધિકારીઓ ચાલુ કરવાનું ભુલી ગયા

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લામાં ગજની ફિલ્મની જેવી બની ઘટના:

રાનપાડા ગામે BSNL ટાવર ઉભો કરાયો, પરંતુ અધિકારીઓ ચાલુ કરવાનું ભુલી ગયા

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: દેશ ડીજીટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે. તેવામાં ડાંગ જિલ્લાના આદિવાસીઓ સાથે વહીવટીતંત્ર અન્યાય કરી રહ્યો હોવાનાં એક જોરે શુર ઉઠવા પામ્યા છે. આદિવાસીઓને વિકાસથી વંચિત રાખવાનાં કાવાદાવા થતાં હોય તેવી ચર્ચાઓએ જિલ્લામાં આવેલ રાનપાડા ગામનાં અંતરીયાળ વિસ્તારોમાંથી વિરોધીક શુરોનુ રટણ આદિવાસીઓ દ્વારા રટાઈ રહ્યું છે.

મળતી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ રાનપાડા ગામે વર્ષોથી ટાવરની સમસ્યા હતી. પરંતુ સ્થાનિક આદિવાસી યુવાનો દ્વારા ઘણી રજૂઆતો કરાતાં BSNL નો ટાવર ઘણા સમય પહેલા ઉભો કરવામાં આવ્યો હતો. પરંતુ જવાબદાર અઘિકારીઓ દ્વારા BSNL નો ઉભો કરાયેલ ટાવરનુ મોબાઈલ નેટવર્ક ગજની ફિલ્મની જેમ ચાલુ કરવાનું ભૂલી ગયા હોય તેવી ઘટના સ્થાનિક આદિવાસી નીવાસીઓ પરથી જાણવા મળી રહ્યું છે. જેથી મોબાઈલ નેટવર્કની ઘણી તકલીફો અંતરીયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓને થઈ રહી છે.

સરકારની તમામ સરકારી કામો યોજનાઓની કામગીરી ઓનલાઇન થતી હોય. તેવામાં ડાંગ જિલ્લાના આદિવાસીઓને નેટવર્ક પણ નસીબ થતુ નથી ઓનલાઇન સરકારી કામો સરકારની યોજનાઓના લાભ કેવી રીતે મેળવશે. જેવી ઘણી બધી સમસ્યાઓ આદિવાસીઓને થઈ રહી છે. આદિવાસીઓ સાથે વહીવટીતંત્ર અન્યાય કેમ કરી રહ્યો છે. તેવા અનેક સવાલો આદિવાસીઓને ઉઠવા પામ્યા છે.

ટેકનોલોજીના યુગમાં આઝાદીનાં ૭૮ વર્ષે પણ ગુજરાતના છેવાડે આવેલ ડાંગ જિલ્લાના અંતરિયાળ એવા રાનપાડા ગામે BSNL નેટવર્કની સમસ્યા ઉભી જ છે. જેના લીધે સ્થાનિક આદિવાસીઓને ઇમરજન્સીની સેવાઓ માટે હાલાકી ભોગવવી પડી રહી છે. ઈમરજન્સીની સેવાઓ માટે દુર કિલોમીટર સુધી પગપાળા ચાલી જઈને તેમજ અન્ય જરૂરી ઓનલાઇન કામો પણ કરતા હોય છે. જ્યારે સવાલ એ થઈ રહ્યો છે. કે વિકાસ ક્યાં ખોવાયો છે.

સરકારે મોબાઈલ નેટવર્કની સમસ્યાઓ દૂર કરવા માટે અધિકારીઓ નીમેલા હોય તે અધિકારીઓ દ્વારા જિલ્લામાંની નેટવર્કની સમસ્યાઓ દૂર ન થતી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ તેવું ડાંગના આદિવાસીઓ કહી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button