Sports

આણંદ ખાતે નિહોન સોટોકન કરાટે એસોસિએશન ઈન્ડિયા સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ખેલાડી ઝળક્યા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

આણંદ ખાતે નિહોન સોટોકન કરાટે એસોસિએશન ઈન્ડિયા સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ખેલાડી ઝળક્યા:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: આણંદ ખાતે ૧૪મી નેશનલ કક્ષાની કરાટે ટુર્નામેન્ટ નિહોન સોટોકન કરાટે એસોસિએશન ઈન્ડિયા દ્વારા યોજાઈ હતી. જેમાં ડાંગ જિલ્લાના ખેલાડીઓ એ પણ સમગ્ર દેશમાં ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

મળતી વિગતો અનુસાર આણંદ ખાતે ૧૪મી નેશનલ કક્ષાની કરાટે ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં ડાંગ જિલ્લામાંથી પણ ખેલાડીઓ એ ભાગ લીધો હતો. જેમા ૧.ગોલ્ડ ૨. સિલ્વર ૧.બ્રોન્ઝ મેડલ ખેલાડીઓ એ પ્રાપ્ત કરી સમગ્ર દેશમાં ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું છે. મોહન પાડવી (કુમિતે ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ ) આશિષ ચોધરી (કુમિતે ઈવેન્ટમાં સિલ્વર) ફ્રાન્સિસ ગાવિત (કુમિતે ઈવેન્ટમાં સિલ્વર)
ભાવિન ચૌઘરી (કુમિતે ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ) મેળવેલ છે.

ડાંગ જિલ્લાનાં ખેલાડીઓએ ડાંગ જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે જે માટે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય તેમજ સ્પોર્ટ્સ કરાટે એશોસિએશન ડાંગના ચેરમન વિજયભાઈ પટેલે જિલ્લાનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ડાંગ જિલ્લામાં કરાટે રમતના ખેલાડીઓને કોચ ગૌરાંગ ભિવસન અને માહલા વૈભવ દ્વારા ઉત્તમ તાલીમ થકી શકય બન્યું છે.

તેમજ કરાટે-ડો-ફેડરેશન ગુજરાત નાં પ્રમુખશ્રી કલ્પેશ મકવાણાના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાના આદિવાસી બાળકોને સારું માર્ગદર્શન મળી રહે છે. જે જોતા ભવિષ્યમાં ડાંગ જિલ્લામા કરાટે રમત આગળ આવશે એ રીતે સિનયર કોચ વિજય આર રાઉત ડાંગ જિલ્લા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button