આગામી તારીખ ૯ થી ૧૨ માર્ચ દરમિયાન ડાંગ જિલ્લાના વડુ મથક આહવા ખાતે ‘ડાંગ દરબાર’ યોજાશે :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
આગામી તારીખ ૯ થી ૧૨ માર્ચ દરમિયાન ડાંગ જિલ્લાના વડુ મથક આહવા ખાતે ‘ડાંગ દરબાર’ યોજાશે :
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ડાંગ જિલ્લાની ભાતિગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળાના આયોજનની તારીખ સંદર્ભે તારીખ ૧ માર્ચના રોજ ફરી એક વાર ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી રાજ સુથારના અધ્યક્ષ સ્થાને ડાંગ દરબાર-૨૦૨૫ના આયોજન અંગે રાજવીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ સાથે એક બેઠક યોજાઇ હતી.
જેમાં રાજ્ય કક્ષાના અન્ય કાર્યક્રમોને ધ્યાને લઈ આગામી તારીખ ૯ થી ૧૨ માર્ચ દરમિયાન ડાંગ દરબાર મેળાનુ આયોજન કરવા નક્કી કરવામાં આવેલ છે. જેની જાહેર જનતાને નોંધ લેવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ દરબાર મેળો પરંપરાગત રીતે દર વર્ષે યોજવામા આવે છે. આ મેળો હોળીના પાંચ દિવસ પહેલા યોજવામા આવે છે. ડાંગ દરબાર મેળાનુ ઉદ્ધાટન માન.રાજ્યપાલશ્રીના વરદ હસ્તે કરવામા આવે છે અને માન.રાજ્યપાલશ્રી દ્વારા ડાંગ જિલ્લાના પાંચ રાજવીશ્રીઓનુ સન્માન કરવામા આવે છે.