‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪’ અને ‘દિવાળી પર્વ’ ના સંયુક્ત ઉપક્રમે આહવા એસટી ડેપો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪’ અને ‘દિવાળી પર્વ’ ના સંયુક્ત ઉપક્રમે આહવા એસટી ડેપો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા :
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના આહવા એસ.ટી ડેપો ખાતે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪’ અંતર્ગત નિગમના તબક્કાવાર વિવિધ કાર્યક્ર્મોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડેપોની વિવિધ એક્ટિવિટીના ભાગરૂપે વ્યસન મુક્તિ તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમમાં યોજવામાં આવ્યાં હતાં. શ્રી સુરેશભાઇ ચૌધરીએ વ્યશન મુક્તિ અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.
દરમિયાન વિભાગીય નિયામકશ્રી એસ.ટી.વલસાડ શ્રી એસ.એસ.પટેલ દ્વારા દિવાળી તેમજ આગામી નુતન વર્ષ માટે શુભેચ્છા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૧/૧૦/૨૦૨૪નાં રોજ વિભાગના વયનિવૃત થતાં થતાં કર્મચારીઓને વિડિઓ કોન્ફરન્સનાં માધ્યમથી વિદાઇ સમારંભનું વિશેષતમ આયોજન કરી વિભાગના તમામ શાખાધિકારી સુપરવાઇઝર તેમજ તમામ કક્ષાના કર્મચારીઓ સહિત વય નિવૃત્ત થતાં કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આહવા એસ.ટી ડેપોના મેનેજર શ્રી કિશોરભાઇ પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.