ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને એલીમકો ઉજ્જૈનના સહયોગથી ડાંગ જિલ્લાના ૨૭૮ દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કરાશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર અને એલીમકો ઉજ્જૈનના સહયોગથી ડાંગ જિલ્લાના ૨૭૮ દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કરાશે:
પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા:ડાંગ જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને એલીમકો, ઉજ્જૈનના સહયોગથી એડીપ યોજના અંતર્ગત, જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર એમ ત્રણ તાલુકામાં દિવ્યાંગ લાભાર્થીઓને રાઇઝ ટ્રાઇસિકલ, ટ્રાઇસિકલ, કૃત્રિમ હાથ પગ, સ્માર્ટ કેન, મોબાઇલ, સી.પી.ચેર, વ્હલી ચેર જેવા સાધન સહાયનું વિતરણ કરવામાં આવનાર છે.
સાધન સહાયની આ પ્રક્રિયા માટે ગત તારીખ ૧ થી ૩, નવેમ્બર ૨૦૨૩ દરમિયાન વિશેષ આકલન અને તપાસના કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા કુલ ૫૬૩ લાભાર્થીઓનુ રજીસ્ટ્રેશન કરવામા આવ્યુ હતુ. જે પૈકી પાત્રતા ધરાવતા ૨૭૮ દિવ્યાંગજનોને સાધન સહાય વિતરણ કરવામા આવનાર છે.
તારીખ ૧૭ મી સપ્ટેમ્બરના રોજ સુબીર તાલુકા સેવા સદનના સભાખંડમા, તારીખ ૧૮ સપ્ટેમ્બરના રોજ આહવાના સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ હોસ્ટેલ, તેમજ તારીખ ૧૯ સપ્ટેમ્બરના રોજ વઘઈ તાલુકામા આવેલ શિવારીમાળ અંધજન શાળા ખાતે આ સાધન સહાય વિતરણનું આયોજન કરવામાં આવ્યુ છે.
ડાંગ જિલ્લાના દિવ્યાંગજનોને આકલન અને તપાસણી કેમ્પમા દિવ્યાંગતાનું ડોક્ટરી સર્ટી, યુડીઆઈડી કાર્ડ, કેમ્પના દિવસની સ્લીપ તથા આધાર કાર્ડની નકલ સાથે તાલુકાના નક્કી કરેલા સ્થળે સવારે ૧૦ કલાકે હાજર રહેવા, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, ડાંગની એક અખબાર યાદીમા જણાવાયુ છે.