સમાન સિવિલ કોડ અમલીકરણ બાબતે ભરૂચ જિલ્લાવાસીઓના સૂચનો/મંતવ્યો લેવાયા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સમાન સિવિલ કોડ અમલીકરણ બાબતે ભરૂચ જિલ્લાવાસીઓના સૂચનો/મંતવ્યો લેવાયા:
રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા ખુબ જ જરૂરી : સમિતિના સભ્ય શ્રી દક્ષેસ ઠાકર
સમાન સિવિલ કોડના અમલીકરણપર સૂચનો અને મંતવ્યો રજૂ કરવા કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠક
ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ: ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ (UCC) નો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવેલ છે. આ સમિતિ રાજ્યમાં સમાન સિવિલ કોડનાં અમલીકરણ બાબતે સૂચનો/મંતવ્યો મેળવવાનાં ભાગરૂપે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કલેક્ટર કચેરી, ભરૂચ ખાતે સમાન સિવિલ કોડ સમિતિ, ગુજરાતનાં સભ્ય શ્રી દક્ષેસ ઠાકર અને શ્રીમતી ગીતાબેન શ્રોફની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે ઉપસ્થિત રહ્યા હતા.