South Gujarat

ડાંગ જિલ્લા પંચાયત બાંધકામ અધ્યક્ષ તરીકે ચંદર ગાવીત તથા કારોબારી અધ્યક્ષ તરીકે નિલેશ બાગુલની સર્વાનુમતે વરણી: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7  વેબ પોર્ટલ, પ્રદીપ ગાંગુર્ડે 

ડાંગ જિલ્લા પંચાયતમાં બાંધકામ અધ્યક્ષ તરીકે ચંદરભાઈ ગાવીત તથા કારોબારી અધ્યક્ષ તરીકે નિલેશભાઈ બાગુલની સર્વાનુમતે વરણી: 

સાપુતારા: આજરોજ ડાંગ જિલ્લા પંચાયતમાં પ્રમુખ નિર્મળાબેન સુભાસભાઈ ગાઈનની અધ્યક્ષતામાં ડાંગ જિલ્લા પંચાયતમાં અઢી વર્ષનાં ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વિધિવત રીતે વરણી કરી જાહેર  કરાયુ  છે.  ડાંગ જિલ્લા પંચાયતમાં જાહેર બાંધકામ અધ્યક્ષ તથા કારોબારી અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.  ડાંગ જિલ્લા પંચાયતમાં માર્ગ મકાન વિભાગમાં જાહેર બાંધકામ અધ્યક્ષ તરીકે ચંદરભાઈ એસ. ગાવીતની સર્વાનુમતે વરણી થતા તેઓએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે. જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે નિલેશભાઈ બાબુભાઈ બાગુલની સર્વાનુમતે વરણી થતા તેઓએ પણ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. ડાંગ જિલ્લા પંચાયતમાં બાંધકામ અધ્યક્ષ તરીકે ચંદરભાઈ ગાવીત તથા કારોબારી અધ્યક્ષ તરીકે નિલેશભાઈ બાગુલે પદભાર સંભાળી લીધો છે. આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન, ઉપપ્રમુખ ભરતભાઈ ભોયે, ડાંગ ભાજપા સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાવીત, મહામંત્રી રાજેશભાઈ ગામીત, માજી પ્રમુખ મંગળભાઈ ગાવીત, ભાજપા આદિજાતિ મોરચાનાં મંત્રી સુભાસભાઈ ગાઈન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ બી.પટેલ, કાર્યપાલક ઈજનેર  આર.બી.ચૌધરી, નાયબ કાર્યપાલક ઈજનેરો સેર્વે શ્રી  ટી.આઈ.પટેલ, યતીન પટેલ સહીત પદાધિકારીઓ અને અધિકારીઓએ ઉપસ્થિત રહી નવ નિયુક્ત અધ્યક્ષો ને  પુષ્પગુચ્છ આપી મોઢું મીઠુ કરાવી અભિનંદન પાઠવ્યા હતા..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button