South Gujarat
ડાંગ જિલ્લામાં સરકારી બિલો/ચેકોની લેવડ દેવડનું કામકાજ તારીખ ૩૧ માર્ચ સુધી ચાલુ રહેશે

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં સરકારી બિલો/ચેકોની લેવડ દેવડનું કામકાજ તારીખ ૩૧ માર્ચ સુધી ચાલુ રહેશે
દિનકર બંગાળ, વઘઈ: તારીખ ૩૧/૩/૨૦૨૪ના રોજ અગત્યના સરકારી બીલો, ચેકો વિગેરેના ખર્ચ સરળતાથી થઈ શકે, તથા સને ૨૦૨૩-૨૪ ના નાણાંકીય વર્ષની છેલ્લી તારીખોમાં મંજુર થઇ આવતી ગ્રાંટ, લેપ્સ જવાના પ્રશ્નો ઉદભવે નહી, તે હેતુથી ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ દ્વારા, બેંન્ક ઓફ બરોડા, આહવા તથા જિલ્લા તિજોરી કચેરી, આહવા સહિત તથા સરકારી બિલો/ચેકોની લેવડ-દેવડ કરતી બેંકોને તારીખ ૩૧/૩/૨૦૨૪ના રોજ સરકારી બિલો બિલો/ચેકોની લેવડ-દેવડનું કામકાજ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ચાલુ રાખવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.