Crime

કૌટુંબિક અદાવત રાખી નાના ભાઈએ મોટાભાઈને લાકડાના ફાડચા વડે મારી કર્યો લોહીલુહાણ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

કૌટુંબિક અદાવત રાખી નાના ભાઈએ મોટાભાઈને લાકડાના ફાડચા વડે મારી કર્યો લોહીલુહાણ

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ ચિકાર (ઝાવડા) ગામ ખાતે રહેતા પવનભાઈ ઠાકરે પર પોતાનો જ સગો નાનો ભાઈ અને તેમની પત્ની દ્વારા માર મારવાની ઘટના બનવા પામી છે. સમગ્ર ઘટનાને સંબધે વઘઈ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા મુજબ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર વઘઈ તાલુકાના ચિકાર (ઝાવડા) ખાતે જૂની-નવી અદાવત રાખી જમીનમાં આંબા કલમો રોપેલ જે બાબતે ઝઘડો થયો હતો. પવનભાઈ ઠાકરે દ્વારા પોતાના કબજાની જમીનમાં આંબા કલમો રોપેલ હતી. જ્યારે તેમનો નાનો ભાઈ સુનીલભાઈ ઠાકરેએ કહેલ કે ” બધી જમીન તમારી છે. અને ફાવે તેમ આંબાની કલમો રોપી ઉઘરો” તેમ કહી તેમને મોટાભાઈ પવનભાઈ ઠાકરેને બળતણના લાકડાના ફાડચા વડે માથાના ભાગે તથા શરીરે સપાટા માર્યા હતા. અને સુનીલભાઈની પત્નીએ પવનને પકડી રાખી ઢિક્કા મુક્કીનો માર મારી અશ્લીલ ગાળો તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

ત્યારે વધુ ગંભીર પવનભાઈ ઠાકરેને વાંસદા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ત્યાર બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતાં વઘઈ પોલીસે સુનીલભાઈ ઠાકરે અને તેમની પત્ની પ્રેમિલાબેન વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button