Dang
ડાંગ જિલ્લામાં ઝરમરિયો કમોસમી વરસાદની એન્ટ્રી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં ઝરમરિયો કમોસમી વરસાદની એન્ટ્રી:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ત્રણ ચાર દિવસથી વાદળછાયા વાતાવરણની વચ્ચે ઝરમરિયો કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી અને પોતાના ખેતરોમાં સંગ્રહ કરેલો પાક, પશુઓનો ઘાંસ ચારો પર પ્લાસ્ટિક તાડપત્રી નાંખતા જોવા મળી રહ્યા હતા.
કમોસમી વરસાદને પગલે જિલ્લામાં એક દિવસમાં જ ત્રણ ઋતુનો અનુભવ થતાં લોકો પણ ચિંતામાં મુકાયા હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં જિલ્લાઓમાં છુંટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
કમોસમી ઝરમરીયો વરસાદ પડતા માર્ગો ભીના થતાં જિલ્લાના કુદરતી સૌંદર્ય પણ નીખરી આવ્યું છે.