Dang

અધિકારીઓની બેદરકારીને લીધે ધવલીદોડ ગ્રામ પંચાયતમાં નરેગાનાં કામોમાં ભ્રષ્ટાચારની બૂમ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

અધિકારીઓની બેદરકારીને લીધે ધવલીદોડ ગ્રામ પંચાયતમાં નરેગાનાં કામોમાં ભ્રષ્ટાચારની બૂમ:

પ્રદીપ ગાંગુર્ડે,સાપુતારા: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ ધવલીદોડ ગ્રામ પંચાયતમાં મળતી માહિતી મુજબ ધુડા ગામમાંથી લોકપાલ સાહેબશ્રીને તારીખ ૧૧/૦૩/૨૦૨૪ નાં રોજ સુરેશભાઈ હરિભાઈ ગવળી દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યું હતું. કે, ધવલીદોડ ગ્રામ પંચાયતમાં ધુડા ગામનાં સભ્ય અને સરપંચ દ્વારા નરેગાનાં કામોમાં ભ્રષ્ટાચાર કરેલ છે. અને એકજ પથ્થરપાળનું કામ ત્રણ વાર અલગ અલગ વ્યકિતનાં નામે બતાવી નરેગામાંથી પૈસા ઉપાડી લીધા છે.

ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું કે, આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું છતાં કોઈ અધિકારી દ્વારા પણ નરેગાનાં કામોની તપાસ કરવામાં આવેલ નથી. ધવલીદોડ ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા ત્રણ વ્યક્તિઓને નરેગાનાં પથ્થરપાળનાં કામો માત્ર ને માત્ર સરકારી કાગળો પર બનાવી દીધા છે. અને એ ત્રણ વ્યક્તિઓનાં જમીનમાં પથ્થરપાળનાં કામો નજરે પડતાં નથી. તો આ પથ્થરપાળનાં કામો ગયા ક્યાં? એ તપાસનો વિષય બનવા પામ્યો છે.

જે ત્રણ વ્યક્તિઓને નરેગાનાં પથ્થરપાળનાં કામો માત્ર ને માત્ર સરકારી કાગળો પર બનાવી દીધા છે. જેના નામ (૧) પારૂબેન હરિભાઇ ગવળી (૨) અમદયાભાઈ હરિભાઇ ગવળી (૩) ગુલાબભાઈ રંગુભાઈ ગાવિત જેના જમીનમાં પથ્થરપાળનાં કામો નજરે પડતાં નથી. અને સરકારી કાગળો પર પથ્થરપાળનાં કામો તયાર કરી દીધા છે.

જેમાં મસ્ટર રોલ નબરો પણ આપેલ છે જેમાં (૧) પારૂબેન હરિભાઇ ગવળી મસ્ટર રોલ નબર – ૧૦૩૨૪ (૨) અમદયાભાઈ હરિભાઇ ગવળી મસ્ટર રોલ નબર – ૧૨૦૮૨ (૩)ગુલાબભાઈ રંગુભાઈ ગાવિત મસ્ટર રોલ નબર – ૯૨૪૪ એવા માસ્ટર રોલ નબરો પણ આપવામાં આવેલ છે. તો આ શું છે?

આચરવામાં આવેલ ભ્રષ્ટાચારમાં કોની અને કયા અધિકારીઓની મિલીભગતથી માસ્ટર રોલ તયાર કરવામાં આવ્યા છે. એ પણ તપાસનો વિષય બનવા પામ્યો છે. તો નરેગાનાં પથ્થરપાળનાં સરપંચ દ્વારા કરેલા કામોની તપાસ કરવામાં આવે એવી ધવલીદોડ ગ્રામ પંચાયતનાં ગ્રામજનો દ્વારા સરપંચનાં કરેલા નરેગાનાં કામોની TDO તથા DDO દ્વારા તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button