Breaking News

આજે ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી:

કલેકટર મહેશ પટેલે નાગરિકોને સાવચેત રહેવાનો અનુરોધ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ

આજે ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી:

કલેકટર મહેશ પટેલે નાગરિકોને સાવચેત રહેવાનો અનુરોધ

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: આજરોજ હવામાન વિભાગ દ્વારા ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે કલેકટર મહેશ પટેલ દ્વારા નાગરિકોને સાવધાન સુરક્ષિત રહેવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદના પગલે જિલ્લાનું વહીવટી તંત્રને પણ સક્રિય રહેવા સૂચના આપવામાં આવી છે.

ડાંગ જિલ્લામાં સતત મુશળધાર વરસી રહેલા વરસાદની અસર પણ ગંભીર જોવા મળી રહી છે. જિલ્લામાં ઘણા રસ્તા પાણીમા ડુબાણથી બંધ થયા તો ગામડાઓ પણ સંપર્ક વિહોણા બન્યા છે. જિલ્લામાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રસ્તા ઉપર ભેખડો ધસી તો નદીના વહેણમાં પશુ અને માનવી તણાયા વરસાદની તારાજીથી સમગ્ર ડાંગ જિલ્લો પ્રભાવિત થયો છે.

જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓ નાના મોટા ઝરણાઓ એ પણ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેથી જિલ્લામાં ઘણું નુકસાન થવા પામ્યું છે ઘણા પશુઓ માનવી નદીના વહેણમાં તણાયા. તેની પણ શોધખોળ ચાલી રહી છે. તણાયેલ વ્યક્તિ હજી ન મળતા પરિવારોની ચિંતાઓ પણ વધવા પામી છે. જેવી ઘણી બાબતો જિલ્લામાં બનવા પામી છે. જે અંગેનો કલેકટર મહેશ પટેલ દ્વારા તાગ મેળવીને નાગરીકોને સાવધાન સતેજ રહેવા સંદેશ જારી કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button