ડુંગરડા-ભેંસકાત્રી રોડને જોડતા ખાપરી અને પૂર્ણા રિવર બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડુંગરડા-ભેંસકાત્રી રોડને જોડતા ખાપરી અને પૂર્ણા રિવર બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો
દિનકર બંગાળ,વઘઈ: વઘઈ તાલુકાના ડુંગરડા-ભેંસકાત્રી રોડ ઉપર આવતી ખાપરી અને પૂર્ણા નદી ઉપરના બ્રિજ જર્જરીત હાલતમાં હોવાથી ભારે વાહનો માટે બંધ કરવાના મળેલા અભિપ્રાય અનુસાર, આ બ્રિજ વધુ ૬૦ દિવસ માટે બંધ કરાયા છે.
ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજની સ્ટેબિલિટી ચેક કરતા, બ્રિજ ક્રિટીકલ કન્ડીશનમા જણાતા આ બ્રિજ નાના વાહનો માટે ચાલુ રાખવા અને ૧૦ ટનથી વધુના ભારે વાહનો માટે બંધ રાખવા જિલ્લા કલેક્ટર કચેરીને દરખાસ્ત મળી હતી. જેમાં પોલીસ અધિક્ષકની કચેરી આહવા દ્વારા હકારાત્મક અભિપ્રાય આપવામાં આવેલ છે.
ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરાતા વઘઇ–પીંપરી-કાલીબેલ-ભેસકાત્રી રોડનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવા જણાવાયુ છે.
આ બાબતે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.બી.ચૌધરી દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.
આ જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ ની કલમ-૧૮૮ મુજબ નાયબ પોલીસ અધિક્ષક થી હેડ કોન્સ્ટેબલ સુધીના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા દંડ અને સજા કરવામા આવશે.
આ જાહેરનામુ તા.૨૯ જૂનથી ૨૭ ઓગસ્ટ ૨૦૨૪ સુધી અમલી રહેશે.