આદિજાતિ વિભાગની એક શેક્ષણિક સહાય યોજના વિશે જાણીએ :
સરકારી કોલેજોમાં ઉચ્ચ મેરીટ રહેવાના કારણે અમુક વિદ્યાર્થીઓને એડમિશન મળતું નથી. આખરે અભ્યાસ માટે અન્ય વિકલ્પ પ્રાઇવેટ કોલેજો હોય છે.

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
વિદ્યાર્થીઓ માટે અગત્યનું:
ચાલો આજે આદિજાતિ વિભાગની એક અન્ય યોજના વિશે જાણીએ.
જો આપ લાભ લેવા પાત્રતા ધરાવતા હોય તો આ યોજનાનો લાભ લો અથવા જરૂરિયાતમંદોને આ યોજના વિશે સમજણ આપી સમાજસેવાનું કાર્ય કરવાનો લાભ લો.
ધો. 12 પછી કોલેજના અભ્યાસ માટે અનેક સરકારી કોલેજો આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં એડમિશન લઈ અનેક વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડી છે, જે ખુબજ સારી બાબત છે. પરંતુ ક્યારેક સરકારી કોલેજોમાં ઉચ્ચ મેરીટ રહેવાના કારણે અમુક વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન મળતું નથી. જેમના માટે અન્ય વિકલ્પ પ્રાઇવેટ કોલેજો હોય છે.
સેલ્ફ ફાયનાન્સ (પ્રાઇવેટ) કોલેજોમાં શિક્ષણ ફી વધુ હોવાથી આપણા સમાજના બાળકો એડમિશનથી વંચિત રહી જાય છે. કારણ કે તેઓની આર્થિક પરિસ્થિતી એટલી બધી સધ્ધર હોતી નથી અને સરકારી યોજનાની વાલી અને વિદ્યાર્થીઓને જાણકારી પણ ન હોવા થી તેઓ આટલી મોંઘી શિક્ષણ ફી ભરીને તેઓના બાળકોને ભણાવી શકતા નથી .
પરંતુ હવે ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી.
હવે ગરીબોના બાળકો પણ કરશે પોતાના સપના સાકાર.
તેઓના માટે આદિજાતિ વિભાગ લાવ્યું છે, ખુશીના સમાચાર.
આર્થિક રીતે સક્ષમ ના હોય તેવા અનુસૂચિત જનજાતિ (ST)નું પ્રમાણપત્ર ધરાવતા વિદ્યાર્થીઓની સંપૂર્ણ શિક્ષણ ફી માફ કરતી આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકારની યોજના એટલે ફ્રી શિપ કાર્ડ યોજના
આ યોજના અંતર્ગત સેલ્ફ ફાયનાન્સ (પ્રાઈવેટ) કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને ફ્રી શિપ કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ રજૂ કરીએથી પ્રાઇવેટ કોલેજમાં કોઈ પણ પ્રકારની શિક્ષણ ફી ભરવાની રહેશે નહિ.
આવો આ યોજનાનો લાભ લો અને પોતાનું ભવિષ્ય બનાવો અથવા બીજાની કારકિર્દી બનાવવામાં મદદરૂપ થાઓ.
જરૂરી પુરાવા :
(૧) જાતિનો દાખલો
(૨) કુટુંબનો આવકનો દાખલો
(૩) રહેઠાણનો પુરાવો (રેશનકાર્ડ, આધારકાર્ડ)
(૪) સ્કુલ લિવિંગ સર્ટિફિકેટ
(૫) બેંક પાસબુક ની ઝેરોક્ષ
(૬) HSC ની માર્કશીટ
(૭) HSC અને પછીના અભ્યાસક્રમોમાં જો તૂટ પડેલી હોય તો તે અંગેનું કારણ અને જો તૂટ નો સમય ૧ વર્ષ કરતા વધુ હોય તો તે સમય દરમ્યાન કોઈ પણ અભ્યાસક્રમમાં કોઈ પણ પ્રકારની શિષ્યવૃત્તિ મેળવેલ નથી તે અંગેનું એકરાર નામું.
(૮) કોલેજ માન્યતા લેટર, ફી સ્ટ્રકચર, એડમિશન લેટર
નોંધ –
આવક મર્યાદા – Male – 2,50,000
Female – કોઈ આવક મર્યાદા નથી.
લાભ લેવા ઈચ્છુક ઉમેદવારો આદિજાતિ વિકાસ વિભાગની કચેરી આહવા ડાંગ (જૂની કલેકટર કચેરી કેમ્પસમાં) સંપર્ક કરે.
હજી પણ આપના સમાજમાં ઘણાં લોકો નિરક્ષર છે. જેઓને સરકારશ્રીની અનેક યોજનાઓ છે, જેની માહિતી નથી. પરંતુ આપણે તો શિક્ષિત છીએ તો ચાલો આપણે એક ડગલું ભરીએ અને જે પણ યોજનાઓ આપના સમાજ માટે છે. તેને લોકો સુધી પોહચાડિએ.
આ મેસેજ જરૂરિયાતમંદ સુધી પોહચાડો જેના થકી તેઓને આ યોજનાનો લાભ મળે.
આલેખન : ભોવરે ચુનીલાલ (મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, આહવા-ડાંગ)