Sports

આણંદ ખાતે રમાયેલ રાજ્ય કક્ષાની કરાટેની રમતમાં ડાંગના ગાવિત ફ્રાન્સિસે બ્રોન્ઝ મેડલ મેળવ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

આણંદ ખાતે રમાયેલ રાજ્ય કક્ષાની કરાટેની રમતમાં ડાંગના ગાવિત ફ્રાન્સિસે બ્રોન્ઝ મેડલ મેળવ્યો:
 
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ગુજરાત રાજ્યનો ડાંગ જિલ્લો જે આદિવાસી સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય તરીકે દેશ દુનિયામાં જાણીતો જિલ્લાની ઓળખ ધરાવતો જિલ્લો છે. હાલ દેશ દુનિયામાં અલગ અલગ રમતો રમી ડંકો વગાડનાર રમતવીરો દ્વારા જિલ્લાને એક નવી ઓળખ મળી રહી છે. ડાંગ જિલ્લાને ન જાણનારા પણ હવે રમતો અને રમતવીરોનાં લીધે ઓળખી રહ્યા છે. તાજેતરમાં રાજ્ય કક્ષાની કરાટે ફેડરેશન ગુજરાત દ્વારા આયોજિત સિનિયર ચેમ્પિયનશિપ 2025 આણંદ શહેરના AIM ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ડાંગ જિલ્લામાંથી માન્યતા પ્રાપ્ત સ્પોર્ટસ કરાટે એસોસિએશન ડાંગના  6 રમતવીરોએ ભાગ લીધો હતો.  (1) ગાવિત ફ્રાન્સિસ  (કુમિતે ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ) મેળવ્યો છે. (2) મયુરભાઈ પાડવી  (3) મિનેશભાઈ પવાર (4)શંકરભાઈ ચૌઘરી (5) આશિકભાઈ ચૌઘરી (6)મયુરભાઈ ગાઈન રમતવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતુ. ડાંગ જિલ્લાને કરાટે માટે હંમેશા માર્ગદર્શન આપનાર  ગુજરાતના પ્રમુખ  સિહાન કલ્પેશ મકવાણા સાહેબનો રમતવીરો દ્વારા ખુબ ખુબ આભાર માન્યો હતો. ડાંગ જિલ્લાના સિનયર કોચ વિજયભાઈ આર. રાઉત થકી કરાટેના રમત સાથે સંકળાયેલા રમતવીરોને એક નવી દિશા મળી રહી છે. અને તે ફક્ત સિનિયર કોચ થકી જ શકય બન્યું છે. જેથી રમતવીરોએ તેમનો પણ આભાર માન્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button