ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર આક્રમણ માટે 62 ટન વજનનુ રાક્ષસી બુલડોઝર કર્યું તૈનાત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર આક્રમણ માટે 62 ટન વજનનુ રાક્ષસી બુલડોઝર કર્યું તૈનાત: આવો જાણીએ શું છે તેની ખાસિયતો? અને ઇતિહાસ.
થોડા દિવસ પહેલા પેલેસ્ટાઈનના સંગઠન હમાસા દ્વારા ઇઝરાયેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી હાલ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાયી હતી. આ ઘટનાને ધ્યાનમાં લઈને ઈઝરાયેલે યુદ્ધનું એલાન કર્યું હતું. જેના કરને ફરી ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ ફરી દુનિયા સામે આવ્યો છે. આ યુદ્ધમાં હાલ સૌથી વધુ ચર્ચા ગાઝા પટ્ટીની થાય છે જે અત્યારે યુદ્ધનું કેન્દ્ર છે. ગાઝા પટ્ટી ઇઝરાયેલ અને ભૂમધ્યસાગરની વચ્ચે આવેલ એક પટ્ટી જેવો ભૂમિ ભાગ છે, જેને પેલેસ્ટાઈનનો ભાગ ગણવામાં આવે છે. ઘણી વખત તેને પૃથ્વી પરનું નર્ક પણ કહેવામાં આવે છે.
હાલ ગાઝા પટ્ટી ઈઝરાયેલ કબજે હોવાનો દાવો કરવામાં આવ્યો છે,
બુલેટ પ્રુફ સાથે આ બુલડોઝર ગ્રેનેડ લોન્ચર, મશિનગનથી પણ સુસજ્જ:
આ મહાકાય બુલડોઝર ગાઝા બોર્ડર ક્રોસ કરનારા સૈનિકોની આગળ આગળ ચાલીને તેમના માટે રસ્તો સાફ કરશે. ઈઝરાયેલ પૂરી તાકાતથી ગાઝા પટ્ટીમાં પ્રવેશવા કરવાં જઈ રહ્યુ છે. જેના પગલે બુલડોઝરને પણ તૈનાત કરી દેવાયુ છે, આ એક મહાશક્તિશાળી બુલડોઝર છે, જે ગાઝાની ગીચ વસતીમાં અવરોધોને દુર કરવા માટે ઉપયોગમાં લેવાશે.
આ બુલડોઝરનુ નામ D9R છે. તેની ચારે તરફ બખ્તર લગાવવામાં આવ્યુ છે અને આ માત્ર બખ્તર નુ જ વજન 15 ટન જેટલું થઈ જાય છે. આ બુલડોઝરને ઈઝરાયેલની સેના “ટેડી બેર” ના નામથી પણ બોલાવે છે. બુલડોઝરની પણ આગવી ધાક છે અને કોઈ પણ વ્યક્તિ તેના રાક્ષસી આકારને જોઈને ડરી શકે છે.
બુલડોઝર એટલુ પાવરફુલ છે કે તેના પર રોકેટ અને ગ્રેનેડ હુમલાની પણ કોઈ અસર થતી નથી. બારુદી સુરંગો પણ તેને નુકસાન પહોંચાડી શકે તેમ નથી. ઈઝરાયેલે પહેલી વખત 1950ના દાયકામાં તેને મેદાનમાં ઉતાર્યુ હતુ. ત્યારે તેનો ઉપયોગ સૈનિકો અને ટેન્કો માટે બારુદી સુરંગો અને બીજા વિસ્ફોટકો હટાવવા માટે કરવામાં આવ્યો હતો.
બુલડોઝરનુ કુલ વજન 62 ટન છે અને તેને બે સભ્યોની ટીમ ચલાવે છે. બુલડોઝર પર બુલેટ પ્રુફ ગ્લાસ ફિટ કરવામાં આવ્યા છે. જરુર પડે તો બુલડોઝરને ગ્રેનેડ લોન્ચર, મશિનગનથી પણ સજ્જ કરી શકાય છે. 2015માં બુલડોઝરની સુરક્ષા વધારવા માટે તેને સ્લેટ કવચ વડે અપગ્રેડ કરવામાં આવ્યું હતુ. બુલડોઝર ખાઈ ખોદવા માટે કે બ્રિજ બનાવવા માટે પણ સક્ષમ છે. આ ભુલડોઝર ની કિંમત લગભગ આઠ કરોડ રુપિયા થવા જાય છે.