Dang

વઘઈ તાલુકા સેવા સદનમાં દસ્તાવેજો મેળવવા માટે નાગરિકોને હાલાકી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

વઘઈ તાલુકા સેવા સદનમાં દસ્તાવેજો મેળવવા માટે નાગરિકોને હાલાકી

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના વઘઈમાં આવેલ તાલુકા સેવા સદનમાં એક તરફ લોકશાહીનો પર્વની તૈયારી માટે વહીવટી તંત્ર જોર જોરથી તૈયારીમાં લાગી ગયું છે અને બીજી તરફ લોકશાહીના પર્વ નિમિત્તે નાગરિકોને વઘઈ સેવા સદનમાં દસ્તાવેજો મેળવવા માટે રઝળપાટ કરવાની નોબત આવી છે. ડાંગ જિલ્લાના ગરીબ આદિવાસી નાગરિકો ઘણા સમયથી સેવા સદનના ધક્કા ખાઈ રહ્યા છે. ગરીબ જનતા વઘઈ આવી આવીને ભાડાંના પૈસા બગાડી રહી છે. છતાં પણ નાગરિકોનું કામ ન થતાં કંટાળી ગઈ છે. અને કર્મચારીઓ પર નાગરિકોની સવલતો પુરી પાડવા અસમર્થતા બાબતે નારાજગી વ્યક્ત કરી છે.

નાગરિકોની માંગ કરી રહ્યા છે કે, વઘઈ સેવા સદન ખાતે પુરતો સ્ટાફ મુકવામાં આવે અને દસ્તાવેજો જલ્દીથી મેળવી શકાય તેવી માંગ કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button