Dang

ડાંગ જિલ્લાની સરકારી કચેરીઓમાં ખપ પુરતી વસ્તુઓનો જ ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલનો આદેશ 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લાની સરકારી કચેરીઓમાં ખપ પુરતી વસ્તુઓનો જ ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલનો આદેશ 

પ્રદીપ ગાંગુર્ડે,સાપુતારા: તારીખ ૫મી જુનને “વિશ્વ પર્યાવરણ દિવસ” તરીકે મનાવવામાં આવે છે. આ દિવસેની એક ખનોખી રીતે ઉજવણી કરવા ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં ખપ પુરતી વસ્તુઓનો જ ઉપયોગ કરવા જણાવ્યું છે. 

“વિશ્વ પર્યાવરણ દિવસ”ની ઉજવણી નિમિત્તે જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં તથા તાબાની કચેરીઓમાં વિજળીનો જરૂરીયાત પ્રમાણે ઉપયોગ કરી ઉર્જા બચાવવી, તેમજ પાણીનો જરૂર પ્રમાણે જ ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો છે. 

આ ઉપરાંત સરકારી કચેરીઓમાં કામગીરી સંદર્ભે રજૂ કરવામાં આવતી ફાઈલના નોંધ વિભાગમાં પેરા નંબર/પાના નંબર અવશ્ય આપવા તથા કોમ્યુટરમાં તૈયાર કરેલ નોંધને સળંગ રજૂ કરવા, આગળ/પાછળનું પેજ કોરું ન રહે અને પેપરનો બગાડ ન થાય તેની તકેદારી રાખવા પણ જણાવ્યુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button