Gujarat

અમદાવાદમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ 205 ઈમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યા:

નાગરિકો અને મહિલા સુરક્ષાને લઈ ગુજરાત સરકાર નો નવતર પ્રોજેક્ટ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

અમદાવાદમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ 205 ઈમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યા:

નાગરિકો અને મહિલા સુરક્ષાને લઈ ગુજરાત સરકાર નો નવતર પ્રોજેક્ટ:

અમદાવાદ: કોઈપણ મુશ્કેલી પરિસ્થિતિમાં ત્વરિત મદદ માટે તમારે માત્ર એક બટન જ દબાવવું પડે તો કેવું સારું! હા.. હવે શક્ય બન્યુ છે, ગુજરાતના અમદાવાદમાં પણ આવી જ એક મોટી પહેલ કરવામાં આવી છે.

અમદાવાદમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ 205 જેટલાં ઈમરજન્સી કોલ બોક્સ લગાવાયા જેનું બટન દબાવતા જ પોલીસ મદદ માટે પહોંચી જશે.

તમે મુશ્કેલીમાં કોલ બોક્સનું બટન દબાવો છો, તો તરત જ આપનો વિડીયો નજીકના પીસીઆર વાનમાં તથા પોલીસ કંટ્રોલ રુમમાં પહોંચી જશે. ત્યારબાદ પોલીસ તરફથી તમારો સંપર્ક કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.

આ કોલ બોક્સ હાલ ગુજરાત યુનિવર્સિટી, સિંધુ ભવન રોડ અને સેટેલાઇટ જેવા ચોક્કસ વિસ્તારોમાં કાર્યરત. અત્યાર સુઘીમાં 167 કાર્યરત કરી દેવામાં આવ્યા છે, અન્ય બોક્સ ટુંક સમયમાં કાર્યરત થશે. આ સુવિધાથી ખુશ વિદ્યાર્થીની માયાબેનને શું કહે છે આવો સાંભળીએ તેમની જુબાની

“જો કોઈ ઘટના બને તો અમે કોલ બોક્સનો ઉપયોગ કરી શકીએ છીએ. તેની અંદર એક કેમેરો ફિટ કરવામાં આવ્યો છે, જેના દ્વારા અમે પોલીસ સાથે સીધી વાત કરી શકીએ છીએ. અમને આવી સારી સુવિધા આપવા બદલ અમે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારના ખૂબ આભારી છીએ.”

અત્રે ઉલ્લેખનીય છે કે દરેકને સુરક્ષા પ્રદાન કરતા આ ઈમરજન્સી કોલ બોક્સ હવે લોકો માટે લાઈફલાઈન સમાન બની ગયા છે. પોલીસને મદદ માટે દરરોજ સરેરાશ 30 કોલ આવી રહ્યા છે.

આ બોક્સની કાર્યપદ્ધતિ સમજીએ એડીજીપી સાહેબશ્રી અજય ચૌધરી, અમદાવાદ પોલીસ પાસેથી. “ઇમરજન્સી કોલ બોક્સ એ દ્વિ-માર્ગી સંચાર પ્રણાલી છે. જો કોઇ નાગરિક કોલ કરે છે, તો પોલીસ કંટ્રોલ રૂમ તેનો સીધો વીડિયો કોલ દ્વારા સંપર્ક કરશે અને પીસીઆર વાન તરત જ ત્યાં પહોંચી જશે.”

અમદાવાદમાં 500 જેટલા હોટસ્પોટ: નિર્ભયા સેફ સીટી પ્રોજેક્ટ હેઠળ ઇન્ટીગ્રેટેડ અને ઇન્ટેલિજન્ટ પોલીસ પ્લેટફૉર્મ તૈયાર કરાયું છે. જેમાં 100 સિટીઝન પોર્ટલનો ડેટા અને સોશિયલ મીડિયાનો ડેટા ઇન્ટિગ્રેડ થશે. આ સિવાય સિક્યુરિટી સર્વિલન્સ માટે શહેરમાં સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ 500 જેટલા હોટસ્પોટ નક્કી કરાયા છે કે, જ્યાં મહિલાઓને લગતાં બનાવો વધારે પ્રમાણમાં બની શકે છે. જેમાં 250 લોકેશન રિવરફ્રન્ટ પર અને 150 જેટલા લોકેશન શહેરના બસ સ્ટેન્ડ પર નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ કુલ 650થી વધુ કેમેરા પણ લગાવાશે.

આમ, મહિલા સુરક્ષા ની સાથે સમાજને સુરક્ષિત રાખવાના સરકારના વિઝનનું ઈમરજન્સી કોલ બોક્સ સાચું ઉદાહરણ પુરું પાડે છે. આ માત્ર કોલ બોક્સ નથી, પરંતુ સંકટ સમયે નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરતી સાંકળ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button