Crime

સુબીર ફોરેસ્ટ રેન્જના બીટગાર્ડ‌નો મોબાઈલ હેક કરી હેકરે ૮૬ હજાર ઉસેટી લીધાં:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

સુબીર ફોરેસ્ટ રેન્જના બીટગાર્ડ‌નો મોબાઈલ હેક કરી હેકરે ૮૬ હજાર ઉસેટી લીધાં:

દિનકર બંગાળ, વઘઈ: કહેવાય છે કે, “કાળા માથાનો માનવી ધારે એ કરી શકે” કહેવતને આજના આધુનિક ડીજીટલ યુગમાં છેતરપિંડી કરવા માટે હેકરો ચીતરી રહ્યા છે. ચાલબાજ હેકર્સનો ભોગ બની રહ્યા છે ભોળા આમ આદમી ! મોબાઈલ હેક કરી રૂપિયા પડાવવાનો કારસો ડાંગ જિલ્લામાં ઉત્તર ડાંગ વન વિભાગના સુબીર રેન્જમાં બીટગાર્ડ‌ તરીકે ફરજ બજાવનાર કર્મચારી જોડે બનવા પામ્યો છે. તેમનો મોબાઈલ હેક કરી ૮૬ હજાર રૂપિયા બેંક ખાતામાંથી ઉપાડી ગયાની ઘટના બનવા પામી છે‌ તેમ તેમનું કહેવું છે. અને સમગ્ર મામલે તેમણે ફરિયાદ પણ નોંધાવી છે.

ઘટના એવી હતી કે, ડાંગ જિલ્લામાં ઉત્તર ડાંગ વન વિભાગમાં સમાવિષ્ટ સુબીર વન પરિક્ષેત્રની કચેરીમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતો કિશોરભાઈ દલપતભાઈ લાડુમોર તા.૦૨/૦૪/૨૦૨૫ રાત્રિના ૧૦ વાગે પીપલદહાડ હેડક્વાટર ખાતે સુઈ ગયા હતા. અને બીજા દિવસે સવારે સાત વાગ્યા ઊઠીને મોબાઇલમાં જોતા રૂપિયા ટ્રાન્સફર થયાના મેસેજો આવેલ હતા. જે ફોન પે એપ્લિકેશન મારફતે જોતા, તારીખ ૦૩/૦૪/૨૦૨૫ રાત્રીએ ૨:૩૦ કલાકે ૪૯,૫૦૦ રૂપિયા, ૨:૨૮ કલાકે ૧૪,૮૫૦ રૂપિયા, ૨:૩૬ કલાકે ૯,૮૦૦ રૂપિયા, ૨:૩૯ કલાકે ૧,૯૬૦ રૂપિયા એમ કુલ ૮૬,૧૧૦ રૂપિયા કોઈ અજાણ્યા ઈસમ દ્રારા મોબાઇલ હેક કરીને રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું જણાઈ આવતા. તેમણે સાઈબર હેલ્પ લાઈન ૧૯૩૦ પર કોલ કરી ફરિયાદ કરી હતી. ત્યારબાદ કર્મચારી કિશોરભાઈના ખાતામાં ૧૨,૦૦૦ રૂપિયા રિફંડ થયા હતા. અને બાકીના ૭૪,૧૧૦ રૂપિયા આજદિન સુધી નહીં મળતા સુબીર પોલીસ સ્ટેશને જઈ તેમણે પોતાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.ચૌધરી દ્વારા સાયબર ફ્રોડ અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button