Breaking News

સાપુતારા પોલીસ સ્ટેશનને PI કક્ષાએ અપગ્રેડ કરાઈ, નિખીલ ઝેડ ભોયા ને PI નું પ્રમોશન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લામાં સાપુતારા પોલીસ સ્ટેશનને PI કક્ષાએ અપગ્રેડ કરાઈ, નિખીલ ઝેડ ભોયા PI નું પ્રમોશન:

પ્રદિપ ગાંગુર્ડે,સાપુતારા: વિકાસ સહાય દ્વારા ગતરોજ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 233 પી.એસ.આઈ.ને પી.આઈ. તરીકેના પ્રમોશનના સામુહિક ઓર્ડરો કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યનો છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં પણ પ્રમોશન સાથે સાપુતારા પોલીસ સ્ટેશનને નવા પોલીસ ઇન્સ્પેકટર મળવા પામ્યા છે.  

સાપુતારા પોલીસ સ્ટેશને પોલીસ બસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિખીલ ઝેડ ભોયા નેજ પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક અને નાગરિકોની સુરક્ષા સંબંધિત બાબતો અંગ્રેસર રહેવાથી સાપુતારા પોલીસ સ્ટેશને જ પોલીસ ઇન્સ્પેકટર તરીકેનો પ્રમોશન આપવામાં આવ્યો છે. અને પોલીસ ઇન્સ્પેકટર તરીકેનો કાર્યભાર સાંજે સંભાળી લીધો છે. સાપુતારા પોલીસ સ્ટેશનને નવા પોલીસ ઇન્સ્પેકટર મળતાં કામગીરી વધુ મજબૂતાઈ આવશે શાંતિ અને સુરક્ષા વધું મજબૂતી જોવા મળશે અને ક્રાઈમ રેટ માં ઘટાડો નોંધાશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button